Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

દિલ્હી-રાજસ્થાનમાં સ્કુલો ખુલી : કોંગ્રેસનું વેકસીન અંગે કેન્દ્ર ઉપર હલ્લાબોલ

નવી દિલ્હી,તા. ૧૮: રાજધાની દિલ્હી અને રાજસ્થાનમાં કોરોનાને કારણે બંધ સ્કૂલ આજથી ફરી શરૂ થઇ છે. જ્યારે દેશમાં કોરોના રસીકરણ સાથે શરૂ થયેલ. રાજકારણમાં કોંગ્રેસ કેન્દ્ર સરકારને મફત વેકસીનના સવાલ ઉપર ઘેરી અને પુછ્યુ કે કેટલા લોકોને ફ્રિમાં રસી લગાવાશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ગઇ કાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવેલ કે અમે ૨૦૧૧માં દેશને પોલીયો મુકત બનાવેલ. કોરોનાના એક ડોઝની કિંમત ૧ હજાર છે અને બે ડોઝ લેબથી દરેક વ્યકિતને બે હજારનો ખર્ચ થશે. માહિતી મુજબ કેન્દ્ર સરકારે નેપાળ સરકારને કહેલ કે બે વેકસીન સપ્લાઇ મેળવાનાર કેટલાક ચયનિત દેશોમાનો એક હશે.

દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસ સંક્રમણમાં ૧૫,૧૪૪ નવા કેસ નોંધાયા છે. સંક્રમણના કુલ ૧.૦૫ કરોડથી વધુ થયા છે. દેશમાં પહેલીવાર એકટીવ કેસ ૨ ટકાથી નીચે આવ્યો છે. હાલ એકટીવ કેસ ૨.૦૮ લાખથી વધુ છે. ૧.૯૭ ટકા એકટીવ દર્દીઓ છે, જે અત્યારે સુધીના સૌથી ઓછા છે.

(1:33 pm IST)