Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

હવે કારોમાં પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન સોફ્ટવેર લગાવવું અનિવાર્ય : ઓક્ટોબરથી નવા માનાંક લાગૂ કરાશે

સેફટી ફીચર્સ વિના રસ્તામાં નહિ ચાલવી શકો કાર : કેન્દ્ર સરકાર મોટા નિર્ણંયની તૈયારીમાં

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર રસ્તા પર ચાલતા યાત્રીઓની સુરક્ષા માટે મોટા પગલાં ભરવા જઈ રહી છે. જે હેઠળ ચાલુ વર્ષે ઓક્ટોબરથી કારોમાં નવા માનાંક લાગૂ થશે. આ માનાંકો હેઠળ દરેક કારો અને એસયૂવી વાહન નિર્માતાઓ પોતાની કારોમાં પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન સોફ્ટવેર લગાવવું અનિવાર્ય રહેશે.

  2018ની શરૂઆતમાં સરકારે આવનારી દરેક કારોમાં આ નવા બદલાવ કરવાની ભલામણ કરી હતી, જેમાં નવા ડિઝાઈનના બોનેટ બનાવવા માટે કહેવામાં આવ્યુ હતુ. જેથી રસ્તા પર ચાલતા જતાં લોકોની સાથે કોઈ દુર્ઘટના ઘટે છે તો તેમને ઓછામાં ઓછું નુકસાન થાય છે.

   રસ્તા પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયનાં રિપોર્ટ મુજબ, દર વર્ષે 1.5 લાખ લોકો રસ્તામાં થતી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. જેમાંથી 60 ટકા લોકો રસ્તે ચાલતા લોકોનો સમાવેશ થાય છે. જેને જોતા દુનિયાભરમાં ચાલતા જતાં યાત્રીઓની સુરક્ષાને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ચાલતા જતાં યાત્રીઓને ઓછામાં ઓછી ઈજા થાય તેના માટે કારનાં આગળનાં હિસ્સ્માં ફ્રંટ સેન્સર્સ લગાવવાનું પ્રાવધાન આપવામાં આવ્યુ છે. જે એક સોફ્ટવેર સાથે જોડાયેલાં રહેશે.

(10:03 pm IST)