Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

હિમાચલ પ્રદેશ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજીવ બિંદલ સર્વસંમતિથી હિમાચલ પ્રદેશ ભાજપા અધ્યક્ષ બન્યા

            સિમલાઃ હિમાચલ પ્રદેશના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજીવ બિંદલને શનિવારના સર્વ સંમતિથી હિમાચલ પ્રદેશ ભાજપા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેની ઘોષણા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ દેવધર દ્વારા કરવામાં આવી. બિંદલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ માટે અન્ય કોઇ નેતા ઉમેદવારના નાતે મેદાનમાં હતા નહી.

            ચાર વખતના ધારાસભ્ય બિંદલએ ગુરુવારના વિધાનસભા અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું હતુ. રાજીવ બિંદલ ર૦૦૭ થી ર૦ ૧ર વચ્ચે પાછલી ભાજપા રાજય સરકારમાં સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી સંભાળી રહ્યા હતા.

            ભગવા પાર્ટીના વર્તમાન ધારાસભ્યોમાં નાહનથી ધારાસભ્ય બિંદલ સૌથી અનુભવી ચતુર અને સંગઠનાત્મક કૌશલના માસ્ટર માનવામા આવે છે. ઘણા સમયથી તે જયરામ ઠાકુરની આગેવાની વાળી સરકારમાં કેબીનેટ મંત્રી અથવા ફરી જેપી નડ્ડાની જેમ પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનની જવાબદારી સંભાળવા ઇચ્છતા હતા.

(9:59 pm IST)