Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કાનપુર હોરર : એન્કાઉન્ટર બાદ બે શખ્સો ઝડપાઇ ગયા

છેડતીના આરોપીઓએ પિડીતાની માતાની હત્યા કરી : ચકચારી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાઇ

કાનપુર, તા. ૧૮ : ઉત્તરપ્રદેશના કાનપુરમાં છેડતીની શિકાર થયેલી સગીરાની માતા અને માસીને થોડાક દિવસ પહેલા આરોપીઓએ નિર્દય રીતે માર મારવાનો મામલો પણ સપાટી પર આવ્યો છે. છેડતીના આરોપીઓને હવે પકડી પાડવા માટે જોરદાર ઝુબેશ ચાલી રહી છે. છેડતીના આરોપીઓએ પિડીતાની માતાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સારવાર દરમિયાન પીડિતાની માતાનું મોત થયું હતું. મામલામાં હવે ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. કાનપુર પોલીસે મહિલાની ઘાતકી હત્યાના સંદર્ભમાં એન્કાઉન્ટર બાદ બે વધુ લોકોની ધરપકડ કરી લીધી છે. આની સાથે ઝડપાયેલાની સંખ્યા ઉપર પહોંચી ગઈ છે. આજે સવારે એન્કાઉન્ટરમાં પોલીસે વધુ બે આરોપીને પકડી લીધા હતા. પોલીસે ભાગી રહેલા આરોપી પરવેશ અને આબિદને પગમાં ગોળી મારીને પકડી લીધા હતા. કાનપુરમાં જાજમઉ ક્ષેત્રમાં સાઇકલ રીપેરીંગનું કામ કરનાર એક વ્યક્તિની પુત્રી સાથે ૨૦૧૮માં રેપના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

                  સગીરાની માતાએ સંદર્ભમાં ચકેરી પોલીસ સ્ટેશનમાં ચાર અપરાધી મહેબુબ, આબિદ, મિન્ટુ અને જમિલ સામે ફરીયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપીઓને પકડીને જેલ ભેગા કરી દીધા હતા પરંતુ થોડાક દિવસ બાદ તમામને જામીન મળી ગયા હતા. કાનપુર ઈસ્ટના પોલીસ અધિકારીના કહેવા મુજબ જાજમઉ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં બંને આરોપી ઘાયલ થયા છે. બંને આરોપીઓના પગમાં ગોળી મારવામાં આવ્યા બાદ તેમને ઘાયલ અવસ્થામાં રામાદેવી વિસ્તારની કાંશીરામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૯મી જાન્યુઆરીના દિવસે મારામારીના મામલામાં નોંધાયેલી એક એફઆઈઆરમાં બંનેના નામ રહેલા છે. પોલીસને બંને આરોપીઓના મામલામાં બાતમી મળી હતી.

                  જાળ બિછાવ્યા બાદ જ્યારે પોલીસે બંનેને રોકવાના પ્રયાસ કર્યા ત્યારે ફરાર થવાના પ્રયાસ કર્યા હતા. જવાબમાં પોલીસે તેમના પગમાં ગોળી મારી હતી અને બંનેને પકડી લીધા હતા. નવમી જાન્યુઆરીના દિવસે આરોપીઓએ પિડીતાના માતા અને માસી ઉપર હુમલો કર્યો હતો. ગંભીર રીતે માર મારવામાં આવ્યા બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સવારે એન્કાઉન્ટમાં બંનેને પગમાં ગોળી મારવામાં આવી હતી. એમ માનવામાં આવે છે કે, ચારેય આરોપી પિડીતાની માતા અને માસી પર જુબાની આપવા માટે દબાણ લાવી રહ્યા હતા.સમજુતી થતા નવમી જાન્યુઆરીના દિવસે સાંજે આરોપીઓ પોતાના સગા સંબંધિઓની સાથે મળીને પિડીતાના ઘરમાં ઘુસી ગયા હતા અને હુમલો કર્યો હતો.

(7:48 pm IST)