Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

વિનાયક દામોદર સાવરકરના વિરોધીઓને જેલ ભેગા કરવા રાવતની ઉગ્ર માંગ

શિવસેના ડેમેજ કન્ટ્રોલના મોડમાં આવી ગઈ : સંજય રાવતના નિવેદનથી ગઠબંધન ઉપર કોઈપણ અસર થશે નહીં : આદિત્ય ઠાકરે દ્વારા આખરે પ્રતિક્રિયા અપાઈ

નવીદિલ્હી, તા. ૧૮ : શિવસેના નેતા સંજય રાવતના વિનાયક દામોદર સાવરકરનો વિરોધ કરનારને જેલ ભેગા કરવાના નિવેદન પર શિવસેના હવે ડેમેજ કન્ટ્રોલના મોડમાં આવી ગઈ છે. પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ રાવતના નિવેદનથી પોતાને અલગ કરી દઈને આજે  કહ્યું હતું કે, આનાથી ગઠબંધન ઉપર કોઈ પણ અસર થનાર નથી. રાવતે એમ પણ કહ્યું હતું કે, ભારત રત્ન આપવાનો વિરોધ કરનારને એજ જેલમાં મોકલી દેવાની જરૂર છે. જ્યાં સાવરકરને અંગ્રેજોએ રાખ્યા હતા. જેથી તેમના સંઘર્ષને અનુભવ કરી શકે. કોંગ્રેસના સિનીયર નેતા પૃથ્વીરાજે એક દિવસ પહેલા નિવેદનમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર સાવરકરને ભારતરત્ન આપે છે તો તેમનો વિરોધ કરવામાં આવશે. બીજી બાજુ સંજય રાવતના નિવેદન પર શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ આજે કહ્યું હતું કે, રાવતે જે રીતે નિવેદન કર્યું છે તે અંગે તેઓ સ્પષ્ટતા કરવા માંગે છે.

                ઠાકરેએ કહ્યું હતું કે, શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગંઠબંધન ખુબ મજબુત છે. અમે રાજ્યના વિકાસ માટે સાથે આવ્યા છે. અમારા વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને મતભેદો હોઈ શકે છે પરંતુ લોકશાહી છે. ઇતિહાસ છતા અમારા લોકોની વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને વાતચીતની જરૂર દેખાઈ રહી છે. રાવતે કહ્યું હતું કે, સાવરકરના યોગદાનના સંદર્ભમાં લોકોને માહિતી વખતે મળી શકે છે જ્યારે તેમને અંડમાન અને નિકોબારની જેલમાં નાખી દેવામાં આવે જ્યાં સાવરકરને રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસી નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સાવરકરને લઈને આપવામાં આવેલા નિવેદનથી બંને પાર્ટીઓ વચ્ચે ભારે વિખવાદની સ્થિતિ થઈ ગઈ છે. થોડાક દિવસો પહેલા રાવતે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને લઈને પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.

                 પૃથ્વીરાજે કહ્યું હતું કે, સાવરકરના અંગ્રેજોથી માંફી માંગવાની બાબતને દુર કરી શકાય તેમ નથી. જો મોદી સરકાર તેમને ભારતરત્ન આપે છે તો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરશે. સાથે સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે, સાવરકરના સંદર્ભમાં કેટલીક સારી અને ખરાબ બંને બાબતો હતી. કોંગ્રેસના લોકોને જે બાબતો ખરાબ લાગે છે તે મામલે વાત કરશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીથી પહેલા સાથે રહેલા ભાજપ અને શિવસેનાએ ચૂંટણી ઘોષણા પત્રમાં સાવરકરને ભારતરત્ન આપવાનું વચન આપ્યું હતું. જોકે, ચૂંટણી બાદ બંને પાર્ટીઓ અલગ થઈ ગઈ હતી. શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવી હતી.

(7:51 pm IST)