Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અમેરિકામાં નવ લાખથી વધારે લોકો હિન્દી બોલી રહ્યા છે

વિદેશી નાગરિકોને હિન્દી શિખવવા માટે હિન્દીના કલાસ ચાલી રહ્યા છે

વોશિંગટન, તા.૧૮: ભારતના એક શીર્ષ રાજદ્વારીએ દાવો કર્યો છે કે અમેરિકામાં નવ લાખથી વધારે લોકો હિન્દી ભાષા બોલી રહ્યા છે અને ભારતીય દૂતાવાસ અમેરિકામાં સ્થાનિક નાગરિકો અને વિદેશીઓ માટે હિન્દીના મફત કલાસ આયોજીત કરે છે.

વિશ્વ હિન્દી દિવસના સમારોહ દરમિયાન અમેરિકામાં ભારતીય દૂતાવાસના રાજદ્વારી અમિત કુમારે કહ્યું કે, આ બાબતનો ઉલ્લેખ કરવું ખૂબ જ સુખદ છે કે અમેરિકામાં મોટા પ્રમાણમાં હિન્દી ભાષા બોલવામાં આવી રહી છે તેમજ શિખવવામાં આવી રહી છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે અહીંની કેટલીક શાળાઓમાં હિન્દી ભણાવવામાં આવી રહી છે.

કુમારે કહ્યું કે અમેરિકન સામુદાયિક  સર્વેક્ષણ મુજબ અહીં નવ લાખથી વધારે લોકો હિન્દી ભાષા બોલી રહ્યા છે. ભારત દુનિયાના મહત્વપૂર્ણ દેશોમાંથી એક દેશ તરીકે ઉભરી આવ્યો છે અને હિન્દી શિખવા માટે લોકોમાં અસાધારણ રુચિ જોવા મળી રહી છે.

તેમણે જણાવ્યું કે પ્રવાસ, ઉદ્યોગ અને અન્ય ઉદેશોથી ભારત આવતા લોકોને હિન્દી પર પ્રભુત્વ મેળવવાથી ભારતીયોના દિલ જીતવાનો મંત્ર મળી શકે છે.

(10:16 am IST)