Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ વચ્ચે અણબનાવ !! છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેન્દ્ર બધેલનું મોટું નિવેદન

છેલ્લા પાંચ વર્ષ પ્રધાનમંત્રી મોદીના હતા અને હાલની સરકારના સાત મહિના ગૃહમંત્રી શાહના છે

નવી દિલ્હી : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે સીએએ અને એનઆરસી પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પર મોટો હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહ વચ્ચે અણબનાવ થઈ ગયો છે, જેના કારણે આખો દેશ મુશ્કેલી ભોગવી રહ્યો છે. 

રાજ્યમાં યોજાયેલી નગર ચૂંટણીઓમાં કોંગ્રેસની સફળતા અંગે રાજધાનીમાં યોજાયેલ જનમતને સન્માનિત કરવાના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન બધેલે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ પ્રધાનમંત્રી મોદીના હતા અને હાલની સરકારના સાત મહિના ગૃહમંત્રી શાહના છે. છેલ્લા કાર્યકાળમાં પ્રધાનમંત્રી મોદીએ નોટબંધી, જીએસટી વગેરે લાવ્યા હતા, ત્યારબાદ વર્તમાન સાત મહિનામાં ગૃહમંત્રી સીએબી, સીએએ, કલમ 37૦, રામ મંદિરનો મામલો લાવ્યા છે

બધેલે ઉમેર્યું કે, "પ્રધાનમંત્રી કહે છે કે દેશમાં એનઆરસી લાગુ થશે નહીં, પરંતુ ગૃહમંત્રી કહે છે કે એનઆરસી લાગુ થશે. લાગે છે કે બંને વચ્ચે અણબનાવ છે, જેમાં દેશની જનતા પીસાઇ રહી છે. આ સાથે જ પુલવામા હુમલા સંદર્ભે બધેલે કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, " પુલવામામાં જે રસ્તા પર પક્ષીને પણ મારી શકાતું નથી. તેના પર મોટી સંખ્યામાં વિસ્ફોટક લઇને કાર કેવી રીતે પહોંચી અને તે વાહનને ટક્કર કેવી રીતે મારી જે બખ્તરબંધ નહોંતું અને જેમાં જવાનોએ બુલેટ પ્રુફ જેકેટ પહેર્યા નહોંતા.

(12:00 am IST)