Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભારતીય નેવીને ગુજરાત અને તમિલાનડુમાં ત્રણ નવા નેવલ એર સ્ક્વોડ્રન સ્થાપવા કેન્દ્રની મંજૂરી

કેરળ અને અંદમાનમાં હયાત ડાર્નિયર સર્વેલાન્સ સ્કવોડ્રન માટે વધારાના સ્ટાફની નિમણૂકને લીલીઝંડી

 

નવી દિલ્હી :ભારતીય નેવીને ગુજરાત અને તમિલનાડુમાં ત્રણ નવા નેવલ એર સ્કવોડ્રન સ્થાપિત કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. નેવીના પ્રવક્તા કેપ્ટન ડી.કે.શર્માએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઉપરાંત કેરળ અને અંદમાનમાં હયાત ડાર્નિયર સર્વેલાન્સ સ્કવોડ્રન માટે વધારાનો સ્ટાફ નિમણૂંક કરવાને પણ મંજૂરી આપી દીધી છે.

  પ્રવક્તાએ જણાવ્યું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડની સાથે 12 ડોર્નિયર વિમાન સપ્લાઇ કરવાનો 29 ડિસેમ્બર, 2016ના રોજ સોદો કર્યો હતો. જેની ડિલવરી જાન્યુઆરી, 2019થી થવાની હતી.  

   હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડને સ્વદેશી નિર્મિત ડોર્નિયર-228 વિમાન સપ્લાઇ કરવા માટે મોટો કરાર અપાયો હતો. વિમાન દ્વારા સમુદ્રમાં દરેક પ્રકારની હલચલ પર નજર રાખી શકાશે. તેમજ સમુદ્રમાં ઉત્પન્ન થનારા ખતરાનો મુકાબલો કરી શકાશે. નવી સ્કવોડ્રનના કારણે ભારતીય નેવી સાત હજાર કિલોમીટરના લાંબા સમુદ્ર કિનારા પર નજર રાખવાની ક્ષમતામાં ભારે વૃદ્ધિ થશે.

(12:24 am IST)