Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

બાલ ઠાકરે ન હોત તો હિન્દુઓને પણ નમાજ પઢવાનો વારો આવત

શિવસેનાનો ઘડાકો

મુંબઈ, તા.૧૮: શિવસેનાએ કહ્યું છે કે છત્રપતિ શિવાજી અને બાળાસાહેબ ઠાકરેના સ્મારકનો શું ઉપયોગ છે. છત્રપતિ શિવાજી મહારાજ ન હોત તો પાકિસ્તાનની સીમા તમારા આંગણા સુધી પહોંચી ગઈ હોત અને બાળાસાહેબ ઠાકરે ન હોત તો હિન્દુઓને પણ નમાજ પઢવી પડી હોત. પાર્ટીએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટે એકવાર ફરીથી શિવાજી સ્મારકના નિર્માણ પર પ્રતિબંધ મૂકયો છે. આવું વારંવાર થઈ રહ્યું છે, જેનાથી એ સવાલ ઉભો થયો છે કે, શું સરકાર સ્મારક બનાવવાને લઈને ગંભીર છે. મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકારના સહયોગી દળે કહ્યું કે, ગુજરાતમાં નર્મદા નદીના કિનારે પર્યાવરણીય કે ટેકનિકલ મુદ્દા વગર સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા સફળતાપૂર્વક બની ગઈ હતી.

શિવસેનાએ કહ્યું કે, સરકારે સમાન્ય વર્ગમાં આર્થિક રૂપથી નબળા વર્ગોને ૧૦ ટકા આરક્ષણ આપવા માટે સંવિધાનમાં સંશોધન કર્યું અને આ રીતે ત્રિપલ તલાકનો મુદ્દો પણ સોલ્વ કર્યો. જયારે કે અયોધ્યામાં રામ મંદિર અને મુંબઈમાં શિવાજી સ્મારકના નિર્માણનો મુદ્દો હજી પણ સોલ્વ થયો નથી.

પાર્ટીનું મુખપત્ર સામનામાં એક સંપાદકીયમાં સવાલ કરાયો છે કે, શું અદાલત સ્મારકના નિર્માણની વચ્ચે આવી રહી છે કે અન્ય કોઈ નથી ઈચ્છતું કે સ્મારક બને. શું તે વ્યકિત ન્યાયપાલિકાનો ઢાલની જેમ ઉપયોગ કરી રહી છે. શિવસેનાએ કહ્યું કે, આ પરિયોજના ૩૬૦૦ કરોડ રૂપિયાની છે, પરંતુ સરકાર શરૂઆતથી જ તેને લઈને ગંભીર ન હતી. તેણે અદાલતમાં શિવાજી સ્મારકના નિર્માણના મુદ્દાને શરમજનક બતાવ્યું છે.

(4:09 pm IST)