Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ઈતિહાસમાં પહેલા મુખ્યમંત્રી હશે જે બાથરૂમમાં પણ મળે છે : કેજરીવાલનો પંજાબના CM ચન્ની પર કટાક્ષ

કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકારને ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સૌથી વધુ નાટકીય અને ખેલ કરનાર ગણાવી

 

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીતનું સપનું જોઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર હુમલો કરનાર છે. તેમણે ગુરુવારે સીએમ ચન્ની પર કટાક્ષ કર્યો હતો. સીએમ કેજરીવાલે કહ્યું કે ચરણજીત સિંહ ચન્ની દુનિયાના ઈતિહાસમાં પહેલા એવા મુખ્યમંત્રી હશે જે બાથરૂમમાં પણ લોકોને મળે છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું ટીવીમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીનો ઈન્ટરવ્યુ જોઈ રહ્યો હતો. જ્યાં તેઓ એવું કહેતા હતા કે, હું 24 કલાક લોકોને મળું છું. હું ડ્રોઈંગ રૂમ, હોલ, બાથરૂમમાં લોકોને મળું છું. મને લાગે છે કે તે વિશ્વના ઈતિહાસમાં પહેલા એવા સીએમ છે જે બાથરૂમમાં લોકોને મળે છે. કેજરીવાલે પંજાબમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા આ વાત કહી. અરવિંદ કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકારને ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સૌથી વધુ નાટકીય અને ખેલ કરનાર ગણાવી હતી.

કેજરીવાલે દાવો કર્યો કે નવજોત સિંહ સિદ્ધુના ચન્ની સાથે સારા સંબંધો નથી. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ એકબીજાની વચ્ચે લડી રહ્યા છે. વર્તમાન કોંગ્રેસ સરકાર પંજાબના ઈતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર છે. ચન્ની પર સીધો પ્રહાર કરતા કેજરીવાલે દાવો કર્યો કે રેતી માફિયા પંજાબના મુખ્યમંત્રીના નાક નીચે કામ કરી રહ્યા છે અને તેમને પણ પૈસા મળશે. કેજરીવાલે વધુમાં કહ્યું કે કોંગ્રેસના દરેક ધારાસભ્ય તેમના સરકારના અંતિમ દિવસોમાં બને તેટલું લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(12:51 am IST)