Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પશ્ચિમ બંગાળમાં પોલીસ પર દેખાવકારોએ બૉમ્બ ફેંક્યો : ડીસી અજીતસિંહ યાદવ ઘાયલ

કોલકતા : સીટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ ના વિરોધમાં થઈ રહેલા દેખાવમાં દેખાવકારો ને વિખેરવા ગયેલ પોલીસ પર બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ હુમલામાં પશ્ચિમ બંગાળના હાવડા ડીસીપી-હેડક્વાર્ટર અજીતસિંહ યાદવ ઘાયલ થઈ ગયા છે.

  પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાએ ચાર દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ છે. હિંસાની ઘટનાઓને મમતા બેનરજી છૂટીછવાઇ ઘટનાઓ ગણાવી છે. રેલ્વેમાં થયેલ હિંસક ઘટના અંગે મમતાએ કેન્દ્રને જવાબદાર ગણાવી કહ્યું કે રેલવે પોલીસ ની આ જવાબદારી છે, નહીં કે સ્ટેટ પોલીસ..

(1:03 am IST)