Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

કર્ણાટકની એક શાળામાં બાબરી વિધ્વંસનુ નાટક ભજવાયું : સંઘના નેતા સહીત ચાર સામે FIR દાખલ

કાર્યક્રમમાં પોન્ડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી,કેન્દ્રીય રાસાયણમંત્રી દીવી સદાનંદ ગોવડા સહિતના અનેક હસ્તીઓ ઉપસ્થિત હતા

બેંગલુરૂ : કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બંતવાલ નજીક એક વિદ્યાલયના મેનેજમેન્ટના પાંચ સભ્યો વિરુદ્ધ બાબરી મસ્જીદનું નાટ્ય રૂપાંતરણ દર્શાવવા બદલ એફઆઈઆર નોંધાઈ છે આ કાર્યક્રમમાં પોન્ડુ ચેરીના ઉપ રાજ્યપાલ કિરણ બેડીઅને કેન્દ્રીય રસાયણ મંત્રી ડીવી સદાનંદ ગોવડા સહિત અનેક જાણીતા લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

મેંગલુરૂથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા કલ્લાડકામાં રામ વિદ્યા મંદિરનું સંચાલન કરનાર રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના નેતા કલ્લાડકા પ્રભાકર ભટ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 295 એ અને 298 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે

    પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા અને પોપ્યૂલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાના નેતા અબુબક્કર સિદ્દીકીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દક્ષિણ કન્નડ જિલ્લાના પોલીસ અધિક્ષક બી.એમ. લક્ષ્‍મી પ્રસાદએ પીટીઆઈને જણાવ્યું કે 'પીએફઆઈની ફરિયાદના આધારે અમે વિદ્યાલયના મેનેજમેન્ટ સાથે જોડાયેલા પાંચ લોકો વિરુદ્ઘ ફરિયાદ નોંધી છે. 'કિરણ બેદીએ આ કાર્યક્રમ બાદ ટ્વીટ કરે અને વિદ્યાર્થીઓના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બાળકોને દિલ્હીમાં ગણતંત્ર દિવસના સમારોહ દરમિયાન તેમની પ્રતિભા દર્શાવવાનો મોકો મળવો જોઈએ.

 સોશ્યલ મીડિયા પર આ કાર્યક્રમને લોકો વખોડી રહ્યા હતા ત્યારબાદ પ્રભાકરે ભટે આ કાર્યક્રમ વિશે જણાવ્યું હતું કે ઇતિહાસ વિશે જાગૃતિ પ્રસરાવવાના હેતુથી અને દેશભક્તિના આશયથી અમે આ કાર્યક્રમ યોજ્યો હતો. દર વર્ષે શાળાના વાર્ષિક ઉત્સવમાં અમે પ્રાસંગિક વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ. આ વખતે અમે દેશની સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની પસંદગી કરી હતી.

(12:25 am IST)