Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ ભારત માટેના વિકાસના અંદાજને "નોંધપાત્ર" ઘટાડવાની તૈયારીમાં

વપરાશમા ઘટાડો, ખાનગી રોકાણનો અભાવ અને સુસ્ત નિકાસને ધીમો પડેલા જીડીપી વૃદ્ધિદર કારણભૂત

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ ભારત માટેના વિકાસના અંદાજને "નોંધપાત્ર" ઘટાડવાની તૈયારીમાં છે, એમ ભારત મૂળની IMFની ચીફ અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ 17 ડિસેમ્બર જણાવ્યું હતું. 

   ઇન્ડિયા ઇકોનોમિક કોનફ્લેવમાં તેમણે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં આવતા મહિને તેની સમીક્ષા કરશે.

    વપરાશમા ઘટાડો, ખાનગી રોકાણનો અભાવ અને સુસ્ત નિકાસને ધીમો પડેલા જીડીપી વૃદ્ધિદર

માટે દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. જે સપ્ટેમ્બરમાં છ વર્ષના તળિયે 4.5 ટકા ઘટાડો સુધી પોચેલ. આરબીઆઈ અને અન્ય નાણાકીય નિરીક્ષકોએ નાણાકીય વર્ષ 2020 માટે ભારત માટેના વિકાસદર નીચે રહેવાની આગાહી કરેલ છે

 

(11:17 pm IST)