Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

રેલમંત્રીએ શૂટ એટ સાઈટના સીધા ઓર્ડરો આપ્યા : કહ્યું કે વલ્લભભાઈ પટેલની જેમ લોખંડી હાથે કામ લેશું

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ની અંદર દેખાવકારો સતત રોડ રસ્તા અને રેલવેની અડચણ ઉભી કરી રહ્યા છે ત્યારે રેલવેના રાજ્યકક્ષાના મંત્રી સુરેશ અંગદીએ કહ્યું છે કે રેલ્વે મંત્રી તરીકે હું સીધા આદેશ આપું છું કે રેલ્વે સહિત કોઇપણ જાહેર મિલકતનો જે કોઈ વિનાશ કરતો હોય તેને દેખો ત્યાં ઠાર મારો.

         તેમને કહેલ કે ૧૩ લાખ રેલવે કર્મચારીઓ રાત અને દિવસ કામ કરી રહ્યા છે. આજે જે કંઈ દેખાવો થઈ રહ્યા છે તે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના ટેકાથી અસામાજિક તત્વો કરી રહ્યા છે. જો કોઈ પણ વ્યક્તિ પથ્થર ફેકે કે આગ ચાંપશે તો સરકાર વલ્લભભાઈ પટેલની જેમ મજબૂત હાથે કામ લેશે.

(10:35 pm IST)