Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પોલીસ પાસે જઇ રહેલ સગીરાને યુપીમાં છેડતીના આરોપીઓએ અર્ધનગ્ન કરીને મારપીટ કરી

           ગોરખપુર(ઉતરપ્રદેશ ) માં રવિવારના પોલીસ પાસે છેડછાડની ફરિયાદ દાખલ કરવા જઇ રહેલી છોકરીને ૩ આરોપીઓ દ્વારા રસ્‍તા વચ્‍ચે અર્ધનગ્ન કરી માર મારવાનો મામલો સામે આવ્‍યો છે.

            આરોપીઓએ પીડિતાને બચાવવા આવેલા એના પિતા અને ભાભીને પણ મારપીટ કરી. પોલીસએ બે આરોપીઓની ધરપકડ કરી જયારે ત્રીજો આરોપી ફરાર છે.

            આરોપીઓ વિરૂદ્ધ પોકસો એકટ અને આઇપીસીની યૌન ઉત્‍પીડનની ધારાને લઇ કેસ દાખલ કરવામાં આવ્‍યો.

(10:10 pm IST)