Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ઇન્ડિયન અમેરિકન ઉદ્યોગપતિ શ્રી ક્રિશ્ના બંસલએ કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવીઃ ઇલિનોઇસના ૧૧મા ડીસ્ટ્રીકટમાંથી રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

ઇલિનોઇસઃ યુ.એસ.સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ તથા કોમ્યુનીટી અગ્રણી શ્રીકૃષ્ણા બંસલએ કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે તેઓ ઇલિનોઇસના ૧૧મા સાંસદીય ક્ષેત્રમાંથી રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચુંટણી લડશે. તેઓ અમેરિકામાં સમાજવાદને પ્રોત્સાહન આપી દેશની સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવાની નેમ ધરાવે છે. તથા રાજકોષિય તથા પારિવારિક મૂલ્યોનું જનત કરવા માંગે છે. તેમને ૨૦ જેટલા ચૂંટાયેલા હોદેદારો તથા કોમ્યુનીટી અગ્રણીઓનું સમર્થન હોવાનું જણાવે છે.

(8:44 pm IST)