Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

''માર્શલ સ્કોલરશીપ'': અમેરિકાની કોલેજોના સ્ટુડન્ટસને યુ.કે.ની યુનિવર્સિટીમાં પસંદગીનો અભ્યાસ કરવા માટે અપાતી સ્કોલરશીપઃ ૨૦૨૦ની સાલ માટે પસંદ કરાયેલા ૪૬ સ્કોલર્સમાં સ્થાન મેળવતા ર ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ

વોશીંગ્ટનઃ ૨૦૨૦ની સાલની માર્શલ સ્કોલરશીપ માટે પસંદ કરાયેલા ૪૬ કોલેજ સ્ટુડન્ટસમાં ર ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે. જેઓને યુ.કે.માં પસંદગીના અભ્યાસ માટે ર વર્ષ સુધી સકોલરશીપ આપાશે.

આ બે સ્ટુડન્ટસમાં કોલમ્બીઆ સ્કુલ ઓફ એન્જીનીઅરીંગમાં અભ્યાસ કરતા અમર ભારદ્વાજ, તથા તુલેન યુનિવર્સિટીની સ્ટુડન્ટ પ્રવિણા કે ફરનીસનો સમાવેશ થાય છે જે પૈકી ભારદ્વાજ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગની લંડનમાં આવેલી ઇમ્પીરીઅલ કોલેજમાં રીન્યુઅલ ટેકનોલોજીનો અભ્યાસ કરવા માંગે છે. તથા પ્રવિણા થાઇલેન્ડમાં એનવાયરમેન્ટલ હેલ્થનો અભ્યાસ કરશે.

(8:44 pm IST)