Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

''વસુધૈવ કુટુંબકમ'': અમેરિકામાં ભારત તથા જેવિસ સંસ્કૃતિના સુભગ સમન્વય સમાન ''હનુક્કા ઉત્સવ'' ખુલ્લો મુકતા ભારતના રાજદૂત શ્રી હર્ષવર્ધન શ્રીંગલા

વોશીંગ્ટનઃ યુ.એસ.માં વોશીંગ્ટન ડી.સી.ના કેપિટલ હિલ ખાતે ૧૨ ડીસેં.૨૦૧૯ના રોજ ભારતના એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીંગલાએ હનુક્કા ઉત્સવ ખુલ્લો મુકયો હતો.

ઇન્ડિયન એમ્બસી તથા  અમેરિકન જેવીસ કમિટીના સંયુકત ઉપક્રમે ૨૦૦૨ની સાલથી ઉજવાતો આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિ ઉપરાંત જેવિશ સંસ્કૃતિના સમાગમ સમાન છે.

આ પ્રસંગે ભારતના રાજદૂત શ્રી હર્ષવર્ધને ભારતની સંસ્કૃતિ વિષે જણાવ્યું હતું કે અમે 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના એટલે કે સમગ્ર વિશ્વ આપણું કુટંુબ છે તેવી સંસ્કૃતિ ધરાવીએ છીએ. તેથી આ ઉત્સવ ભારત અને જેવિસ સંસ્કૃતિના સુભગ સમન્વય સમાન છે.

ઉત્સવની ઉજવણી પ્રસંગે ૧૦૦ જેટલા ઇન્ડિયન અમેરિકન તથા જેવિસ અમેરિકન પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

(8:43 pm IST)