Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ઇન્સ્ટીટયુટ ઓફ ઇલેકટ્રીકલ એન્ડ ઇલેકટ્રોનિકસ એન્જીનીઅર્સ (IEEE) : અમેરિકાના સુપ્રતિષ્ઠિત ગણાતા IEEE ફેલો તરીકે ચૂંટાઇ આવતા ૧ ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન્સ

વોશીંગ્ટનઃ અમેરિકાના સુપ્રતિષ્ઠિત ગણાતા ઇન્સ્ટીટયુટ ઓફ ઇલેકટ્રીકલ એન્ડ ઇલેકટ્રોનિકસ એન્જીનીઅર્સ (IEEE)ના ૨૦૨૦ની સાલના ફેલો તરીકે એક ડઝન જેટલા ઇન્ડિયન તથા એશિઅન અમેરિકન એન્જીનીઅર્સ ચૂંટાઇ આવ્યા છે.

આ એન્જીનીઅર્સમાં શ્રી હરિ બાલક્રિશ્નન, શ્રી સુકુમર બ્રહ્મા, શ્રી રણવીર ચંદ્રા, શ્રી પી.આર ચિદમ્બરમ, શ્રી રવિન્દર દહીયા, શ્રી ગૌતમ દાસ, શ્રી વેંકટ રામન, શ્રી આસુતોષ દત્તા, શ્રી સત્યેન્દ્ર ગુપ્તા, સુશ્રી પૂનમ સહા, સહિતનાઓનો સમાવેશ થાય છે. જેમણે, ડીઝાઇન એપ્લીકેશન, વાયરલેસ નેટવર્કીગ ટેકનોલોજી, પાવર સિસ્ટમ, હાર્ડવેર, સ્માર્ટ ગ્રીડ, સહિતના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બજાવી છે.

(8:42 pm IST)