Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ચીનને લપડાક : સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દે નહિ થાય ચર્ચા

કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દા તરીકે જોવું જોઈએ : ફ્રાંસિસી રાજદ્વારીઓનો સ્પષ્ટ મત

નવી દિલ્હી : ચીનને મોટો ઝટકો લાગ્યો છે સુરક્ષા પરિષદે બેઠકમાં જમ્મુ-કાશ્મીર પર ચર્ચા ન કરવાનો નિર્ણય લીધો છે  ફ્રેન્ચ રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા પરિષદમાં કાશ્મીરની ચર્ચા કરવામાં આવશે નહીં. રાજદ્વારી સૂત્રો મુજબ અમારી સ્થિતિ ખૂબ સ્પષ્ટ છે. કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દા તરીકે જોવું જોઈએ. અમે તાજેતરમાં આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે. જેમાં ન્યૂયોર્ક પણ શામેલ છે

   સુરક્ષા પરિષદે ચીનના ઇશારે જમ્મુ-કાશ્મીર મુદ્દે બેઠક બોલાવી છે. આ વર્ષે આ બીજી વખત છે જ્યારે સુરક્ષા પરિષદે ચીનના ઇશારે આવી બેઠક બોલાવી છે. આ અગાઉ ઓગસ્ટમાં પણ ચીને કાશ્મીરથી કલમ 0 37૦ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ 12 ડિસેમ્બરે સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો હતો. તેમણે ચિંતા વ્યક્ત કરતાં લખ્યું હતું કે, આગામી દિવસોમાં કાશ્મીરમાં તણાવ વધુ વધી શકે છે

   ચીનના યિન મિશન દ્વારા સુરક્ષા પરિષદને પણ પત્ર લખ્યો છે. તેમાં લખ્યું છે કે, 'કાશ્મીરની સ્થિતિ ગંભીર છે અને તેઓ વધુ ખરાબ થઈ શકે છે. ચીન ઈચ્છે છે કે પાકિસ્તાનને સાંભળવામાં આવે અને તેના પર કાઉન્સિલની બેઠક યોજાશે

(7:53 pm IST)