Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

નિર્ભયાના દોષિતની રિવ્યુ પર કાલે સુનાવણી કરાશે

સીજેઆઈ દ્વારા બેંચથી પોતાને અલગ કરાયા : કાલે સવારમા અલગ બેંચની રચના અને સુનાવણી કરાશે

નવીદિલ્હી, તા. ૧૭ : દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડના ચાર દોષિતો પૈકી એક અક્ષય ઠાકુરની રિવ્યુ પિટિશન ઉપર સુનાવણી આજે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ મામલાની સુનાવણી હવે બુધવારના દિવસે કરવામાં આવનાર છે. સીજેઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, નવી બંધારણીય બેંચ મામલાની સુનાવણી કરનાર છે અને બેંચની રચના બુધવારના દિવસે જ સવારે ૧૦.૩૦ વાગે કરવામાં આવશે. ચીફ જસ્ટિસના ભત્રીજાએ કેસમાં નિર્ભયા તરફથી રજૂઆત કરવામાં આવી હતી જેથી તેઓએ પોતે આ બેચમાંથી ઘસી જવાનો નિર્ણય કર્યો હતો. ફાંસીની સજા પામેલા ચારેય અપરાધીઓ પૈકીના એક એવા અક્ષય ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં દયા માટેની રજૂઆત કરી છે. કોર્ટ રુમમાં નિર્ભયાના માતા-પિતા પણ સુનાવણી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

                ચીફ જસ્ટિસે દોષિત અક્ષય ઠાકુરની રિવ્યુ પિટિશન ઉપર દલીલ કરવા માટે વકીલને ૩૦ મિનિટ માટેનો સમય આપ્યો હતો. ઠાકુરના વકીલે તર્કદાર દલીલો કરી હતી અને કહ્યું હતું કે, તેના અસીલની સામે કોઇ પુરાવા મળ્યા નથી. મિડિયા દ્વારા જ પુરાવા ઉભા કરવામાં આવ્યા છે. બીજી બાજુ નિર્ભયાની માતાએ દોષિતની રિવ્યુ પિટિશનની સામે આજે અરજી દાખલ કરી હતી. રિવ્યુ પિટિશન ફગાવી દેવાની માંગ કરીને કહેવામાં આવ્યું છે કે, ફાંસીમાં વિલંબ થાય તે માટે આ પ્રકારની રજૂઆતો થઇ રહી છે. અપરાધીઓને વહેલીતકે ફાંસી થવી જોઇએ.

                બીજી બાજુ તિહાર જેલના તંત્ર દ્વારા દોષિતોને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ કરી છે. મળેલી માહિતી મુજબ ચારેયને ફાંસી આપવા માટેની નવી ટેકનિકનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ફાંસીના ફંદામાં પણ કેટલાક ફેરફાર થઇ રહ્યા છે. વજનને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. ચારેય દોષિતોની સજા હજુ થોડાક દિવસ સુધી ટળી શકે છે. રિવ્યુ પિટિશન ફગાવી દીધા બાદ પણ તેમની પાસે થોડાક દિવસો રહેશે. ફાંસીથી પહેલા ડેથવોરંટ કાઢવાની જરૂર હોય છે.

(7:52 pm IST)