Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

સિટી બેન્કના ક્રેડિટકાર્ડના વ્યાજદરમાં વધારોઃ ઓપનિંગ બેલેન્સની સાથે નવા ટ્રાન્જેકશન ઉપર લાગુ થશે

નવી દિલ્હી: તમે ક્રેડિટ કાર્ડ વડે શોપિંગ કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. ખાસકરીને સિટી બેંકના ક્રેડિટ કાર્ડ હોલ્ડર માટે. સિટી બેંક ક્રેડિટ કાર્ડના વ્યાજ દરોમાં વધારો થઇ રહ્યો છે. નવા વ્યાજને વધારવા જઇ રહ્યા છે. નવા વ્યાજ દર નવા વર્ષથી લાગૂ થશે.

સિટી બેંક, ઇન્ડીયન ઓઇલ ક્રેડિટ કાર્ડના વ્યાજ દરોમાં ફેરફાર કરવા જઇ રહી છે. આ ફેરફારમાં વ્યાજ દરોમાં વધારો કરવામાં આવશે અને આ નવા વ્યાજ દર ઓપનિંગ બેલેન્સની સાથે નવા ટ્રાંજેક્શન પર લાગૂ થશે.

સિટી બેંક પોતાનાક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ વડે 4 સ્લેબમાં વ્યાજ વસૂલવામાં આવે છે. હાલ આ ચાર સ્લેબમાં 37.2 ટકા, 39 ટકા, 40.8 ટકા અને 42 ટકા વ્યાજ દર સામેલ છે. નવા વર્ષની શરૂઆતમાં ત્રણ સ્લેબ બદલીને 42 ટકા થઇ જશે અને ચોથા સ્લેબને 42 ટકાથી વધારીને 43.2 ટકા થઇ જશે.

સમયસર કરો પેમેન્ટ

જો તમે ક્રેડિટ કાર્ડ વડે શોપિંગ કરો છો તો સમયસર તેની ચૂકવણી પણ કરો. ત્યારે ક્રેડિટ કાર્દ તને ફાયદો કરાવશે. નહી તો તેના વ્યાજ દર મોંઘા પડી શકે છે. એટલા માટે હંમેશા નક્કી બિલ સાઇકલ પર ચૂકવણી કરો. પેમેન્ટ ન કરતાં બાકી રકમ પર વ્યાજ તો લાગશે, દંડ પણ ચૂકવવો પડે છે. સાથે જ આગામી મહિને ખરીદવામાં આવેલી ખરીદી પર પણ વ્યાજ લાગશે. બધુ ચૂકવ્યા બાદ ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ બગડી જાય છે. 

ક્રેડિટ કાર્ડ કંપનીઓ તમારી પાસે ખર્ચ અને ચૂકવણી કરતાં રહેવાની આશા રાખે છે. જો તમે ફક્ત મિનિમમ ડ્યૂ પે કરો છો તો બાકી રકમ પર 2 થી 4 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજ દર વર્ષના આધારે 24 થી 48 ટકા થઇ જાય છે. પેમેન્ટ કરવાની સ્થિતિ ન હોય તો EMI કરાવી લો. EMI પર તમારે વાર્ષિક 15 થી 18 ટકા વ્યાજ જ ચૂકવવું પડશે.

(5:11 pm IST)