Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

કમળના ફુલથી ઝારખંડને વિશ્વાસની ગેરેન્ટી મળી : વિના ભેદભાવ બધાનું ભલુ કરી રહ્યા છીએ : નરેન્દ્રભાઇ

ઝારખંડના અંતિમ તબક્કાના મતદાન પહેલા મોદીએ બરહેરમાં સભા સંબોધી

રાંચી, તા. ૧૭ :  ઝારખંડમાં અંતિમ તબક્કાનું મતદાન તા. ર૩ના રોજ યોજાવાનું છે. ચૂંટણી પ્રચાર તેની પરાકાષ્ટાએ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ બરહેટમાં ચૂંટણી સભાને સંબોધી હતી. નરેન્દ્રભાઇ ઝારખંડમાં અત્યાર સુધી ૯ સભાઓ સંબોધી ચુકયા છે.  નરેન્દ્રભાઇએ સંબોધન દરમિયાન જણાવેલ કે દેશભરમાં અમે વિના ભેદભાવથી બધાનું ભલુ કરી રહ્યા છીએ. ઝારખંડમાં આજે છેલ્લી સભા વીરોની જમીન ઉપર થઇ રહી છે. ભાજપ સરકાર આદિવાસી સેનાનીયો માટે સંગ્રહાલય બનાવી રહી છે. ભારતના નિર્માણમાં હિન્દુસ્તાનના દરેક ખુણામાં આ આદિવાસી વીરોના યોગદાનને હંમેશા યાદ રખાશે. આવનારી પેઢીઓ આનાથી પ્રેરિત થાય એ અમારી ઇચ્છે છે. આ વિરોને નમન કરૂ છું, પ્રણામ કરૂ છું.

તેમણે વધુમાં જણાવેલ કે કમળના ફુલથી ઝારખંડને વિકાસની ગેરેંટી મળી છે. જયારે કમળનું ફુલ ખીલે છે તો આખા સમાજનું ભલુ થાય છે. જયારથી ભાજપની એનડીએ સરકાર દેશમાં છે, દરેક વર્ગ-સંપ્રદાયના હિતમાં કામ કર્યુ છે. ઝારખંડ સહિત દેશના ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં ૩૬ હજાર કરોડ સીધા જમા થયા છે. કોઇ ભેદભાવ નથી થયો. કરોડો ગરીબ ખેડૂતો, મજૂરો, દુકાનદારો, વેપારીઓને ૩ હજાર રૂપિયાના પેન્શનની સુવિધા આપી છે.

નરેન્દ્રભાઇએ ચાર તબકકાના જોશ પુર્ણ મતદાનની જેમ છેલ્લા તબકકામાં પણ મતદાન કરવા અપીલ કરતા ઝારખંડ પુકારા, ભાજપા દોબારાના નારા પણ લગાડાવ્યા હતાં. અહીંની ૧૬ બેઠકો ઉપર ર૦ મીના રોજ મતદાન યોજાવાનું છે, જયારે ર૩ ના રોજ પરિણામ જાહેર થશે.

(4:16 pm IST)