Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

જોબ છોડયાના ૪૮ કલાકમાં હવે થઇ જશે ફુલ એન્ડ ફાઇનલ પેમેન્ટ

નવી દિલ્હી : સરકાર નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છેઃ ૪૮ કલાકમાં નોકરી છોડનારને ફુલ એન્ડ ફાઇનલ પેમેન્ટ મળી જશેઃ નોકરીના લાસ્ટ વર્કિંગ ડે ના બે દિવસની અંદર માલિકે પેમેન્ટ કરી દેવાનું રહેશેઃ કોડ ઓન વેઝ ર૦૧૯ અંતર્ગત ૮મી ઓગસ્ટે બહાર પડયું છે. નોટીફીકેશનઃ કર્મચારીને મળનાર પગાર અને એલાઉન્સ તેના રેમ્યુનરેશનનો હિસ્સો હોય છે જેમાં ડીએ, બેઝીક પે અને રિટેનિંગ એલાઉન્સ સામેલ હોય છેઃ એલટીએ, હાઉસીંગ કોન્ટનશેસન અને કન્વેયન્સ તેનો હિસ્સો નથી હોતાઃ પહેલા ગ્રેચ્યુઇટી સહિતની રકમ મળવામાં મહિનો લાગતો હતો હવે નહિ લાગે.

 

(3:52 pm IST)