Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ભારત નાગરીકતા કાયદાથી ગિન્નાયુ પાકિસ્તાનઃ નિંદા પ્રસ્તાવ પસાર કર્યો

કરાંચીઃ ભારતના નાગરિકતા અધિનિયમ (સંશોધિત)થી ગિન્નાયેલા પાકિસ્તાનની સંસદે ધ્વનિમતથી નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંસદે તેના કેટલાંય અંશોને ભેદભાવપૂર્ણ ગણાવતા સસ્પેન્ડ કરવાનું કહ્યું છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમા શિક્ષણ મંત્રી શફાકત મહૂમદે નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે નાગરિકતા અધિનિયમ બરાબરી અને ભેદભાવ રહિત આંતરરાષ્ટ્રીય નિયમ અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાની વિરુદ્ઘ છે.

પ્રસ્તાવમાં કહ્યું છે કે આ સંશોધન દ્વિપક્ષીય કરાર અને ભારત અને પાકિસ્તાનની વચ્ચે ખાસ કરીને પોતાના ત્યાંના લદ્યુમતીઓની સુરક્ષા અને અધિકારને લઇ જે પરસ્પર સમજ છે તેની વિરૂદ્ઘ છે. એ પણ કહેવાયું છે કે અધિનિયમ પાડોશી દેશોના મામલામાં હસ્તક્ષેપ છે.

ભારતની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ ૫૦૦૦થી વધુ પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલની ઓળખ કરી છે. જે નાગરિકતા કયદા પર નકલી સમાચાર ફેલાવા માટે એકત્ર થાય છે. આની પહેલાં દેશમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવા માટે નકલી વીડિયોનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલીક મુખ્ય પાકિસ્તાની હસતીઓ પણ પોતાના ખાનગી હેન્ડલથી માહિતી શેર કરવામાં લાગ્યા છે. સુરક્ષા સૂત્રોએ કહ્યું કે આ હેન્ડલ છેલ્લાં ૪૮ કલાકથી સક્રિય છે.

(3:50 pm IST)