Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

CAA વિરુદ્ઘ ઉત્ત્।રપ્રદેશમાં હિંસક પ્રદર્શનઃ ટોળાનો પોલીસ સ્ટેશન સળગાવવાનો પ્રયત્ન

પોલીસને હવામાં ગોળીબાર કરવાની અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી

મઉ,તા.૧૭:નાગરિકતા સુધારણા કાયદા વિરુદ્ઘ મઉ જિલ્લાના દક્ષિણ ટોળા વિસ્તારમાં લકોએ હિંસક પ્રદર્શન અને આગચંપી કરી છે. ભીડે પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીને તેમાં આગ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લાના દક્ષિણ ટોલા પોલીસ સ્ટેશનના લદ્યુમતી ધરાવતા બહુલ મિર્ઝા હાજીપુરા ચોક પર આ નાગરિકતા સુધારણા કાયદા અને જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિરુદ્ઘ સ્થાનીક લોકોમાં ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દક્ષિણ ટોલા પોલીસ સ્ટેશનના કમ્પ્યૂટર રૂમમં જબરજસ્તી દ્યુસીને તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓ પોલીસ સ્ટેશનની બહારી દિવાલ પર લાગેલી આગને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દક્ષિણ ટોલાના પોલીસ અધ્યક્ષ નિહાર નંદન કુમારે જણાવ્યું કે લગભગ ૩૦૦ જેટલા લોકોનું ટોળું સાંજે પાંચથી છ વાગ્યાની વચ્ચે પોલીસ સ્ટેશનમાં જબરજસ્તીથી દ્યુસી ગયું હતું. આ ટોળાએ તોડફોડ કરવાની શરૂ કરી દીધી હતી. તેમણે પોલીસ સ્ટેશનની બહારની દિવાલ પણ તોડી પાડી હતી. ત્યારબાદ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને ટીયર ગેસ છોડવાની અને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દેખાવકારોએ પોલીસના વાહનો સહિત દ્યણી બધી ગાડીઓ ફૂંકી મારી હતી.

(3:46 pm IST)