Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

નરેન્દ્રભાઇએ સંખ્યાબંધ ટવીટ કરી દેશમાં ફેલાયેલ હિંસા થંભાવી દેવા અપિલ સાથે ઝાટકણી કાઢી

નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ઘ દેશના કેટલાંક વિસ્તારોમાં થઈ રહેલાં હિંસક પ્રદર્શન પર વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યા છે. પીએમ મોદીએ દેશમાં શાંતિની અપીલ કરી છે અને હિંસક પ્રદર્શન ન કરવાનું કહ્યું છે. પીએમ મોદીએ લખ્યું કે નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ઘ જે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે તે નિંદનીય છે.

વડાપ્રધાન લખ્યું કે દલીલ, ચર્ચા અને અસંતોષ લોકશાહીનો ભાગ છે પરંતુ સાર્વજનિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું અને સામાન્ય લોકોના જીવનને પ્રભાવિત કરવું તે લોકતંત્રનો હિસ્સો નથી. વડાપ્રધાને કહ્યું કે આ સમય શાંતિપૂર્વક વર્તન કરવાનો અને એકતા દેખાડવાનો છે. સાથે જ તેઓએ કોઈ પણ પ્રકારની અફવા અને જૂઠાણાં બચવાનું પણ જણાવ્યું છે.

પીએમએ વધુમાં લખ્યું કે નાગરિકતા સંશોધન એકટ સંસદના બંને ગૃહ દ્વારા પાસ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રાજકીય પક્ષો અને સાંસદોને તેનું સમર્થન કર્યુ છે. આ એક ભારતની જૂની સંસ્કૃતિ જે ભાઈચારો શિખવાડે છે તેનો સંદેશ આપે છે. સાથે જ વડાપ્રધાને કહ્યું કે ભારતના તમામ નાગરિકને વિશ્વાસ અપાવવા માગુ છું .

(3:46 pm IST)