Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

કોઇ કાપી ન જાય એ માટે ભાઇ વૃક્ષો પર દેવી -દેવતાના ચિત્રો દોરે છે

લખનૌ,તા.૧૭: આપણે ત્યાં આરે કોલોનીનાં વૃક્ષોની કાપણીનો મુદ્દો ચર્ચામાં છે. આધુનિકીકરણના નામે વૃક્ષો અને જંગલોનો નાશ થતો રહ્યો છે. સેંકડો એકિટવિસ્ટો દાયકાઓથી વૃક્ષોની આડેધડ કાપણી સામે વિરોધ વ્યકત કરી રહ્યા છે. વૃક્ષોની કાપણી રોકવા માટે ચલાવવામાં આવેલું ચિપકો આંદોલન પણ આવો જ એક પ્રયાસ હતો. જોકે ઉત્ત્।ર પ્રદેશના ગોંડાના પ્રયાગરાજ મિશ્રાએ વૃક્ષોને બચાવવા માટે ભગવાનનો સહારો લઈને સેંકડો વૃક્ષો બચાવ્યાં છે. પ્રયાગરાજે વૃક્ષેના થડ પર દેવી-દેવતાનાં ચિત્રો કોતર્યા અને પછી એમાં સિંદુરથી રંગ પૂર્યા. પ્રયાગરાજનું કહેવું છે કે ગામડાના લોકોને વિકાસ, પર્યાવરણને નુકસાન અને ઇકોલોજિકલ સંતુલન જેવા મોટા-મોટા શબ્દો સમજાતા નથી, પણ તેઓ દેવી-દેવતાઓમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે એથી દેવી-દેવતાનાં ચિત્રો વૃક્ષો પર દોરીને તેમને વૃક્ષો કાપતાં અટકાવી શકાય. હવે લોકો વૃક્ષોની પણ પૂજા કરવા માંડ્યા છે. એક વૃક્ષ પર ચિત્ર દોરવાનો ખર્ચ અંદાજે ૨૦૦ રૂપિયા જેટલો થાય છે, જે પ્રયાગરાજ પોતાના ખિસ્સામાંથી કાઢે છે.

(3:45 pm IST)