Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ઓડિશાઃDRDO દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરિક્ષણ

ચીન અને પાક પાસે પણ નથી આવી મિસાઇલ દરેક માપદંડોમાં છે સક્ષમ

નવી દિલ્હી,તા.૧૭:રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (DRDO) દ્વારા ઓડિશાના ચાંદીપુર નજીક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

રક્ષા સૂત્રો દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સૂત્રોને જણાવ્યું છે કે જમીનથી જમીન પર મારવા માટે સક્ષમ આ મિસાઇલનું મોબાઇલ ઓટોનોમસ લોન્ચરથી આજરોજ સવારે ૮ વાગે ચાંદીપુરમાં આવેલ ઇન્ટરગ્રેટેડ પરીક્ષણ રેન્જમાં લોન્ચ કોમ્પલેકસ -૩ થી પરીક્ષણ કરવામાં આવ્યું.

ડીઆરડીઓના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સપાટી થી સપાટી પર મારવામાં સક્ષમ આ મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું છે. મિસાઇલ પરીક્ષણના દરેક માપદંડોમાં સક્ષમ જોવા મળી છે. બ્રહ્મોસ મિસાઇલ મધ્યમ દુરી સુધી માર કરનારી રામજેટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે જેને સબમરીન, જહાજ, લડાખૂ વિમાન અથવા જમીની પણ લોંચ કરી શકાય છે.

હાલમાં ચીન અને પાકિસ્તાનની પાસે અત્યારસુધી એવી મિસાઇલ નથી જે જમીન, સમુદ્ર અને આકાશ ત્રણેય જગ્યાઓ પરથી છોડી શકાય. હાલમાં ભારત અને રશિયા આ મિસાઇલની મારવાના અંતરને વધારવાની સાથે હાઇપરસોનિક ગતિ ઉડાને પર પણ કામ કરી રહ્યાં છે.

બ્રહ્મોસ ઓછી દૂરીની રેમજેટ એન્જીન યુકત, સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. આ મિસાઇલને દિવસ અથવા રાતે તથા દરેક મૌસમમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે. આ મિસાઇલનું મારવાની ક્ષમતા અચૂક હોય છે.

(3:44 pm IST)