Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ઇમ્પોર્ટેડ ચીજો પર બોર્ડર એડ્જસ્ટમેન્ટ ટેકસ લાગશે

વાણિજય મંત્રાલયે ઇમ્પોર્ટેડ ચીજવસ્તુઓ પર ટેકસ લગાવવા નાણાં મંત્રાલયને સુચન કર્યું

નવી દિલ્હી તા. ૧૭: હવે વિદેશથી આયાત કરવામાં આવનાર ચીજવસ્તુઓ મોંઘી થશે. બજેટ પૂર્વે વાણિજય મંત્રાલયે નાણાં મંત્રાલયને ઇમ્પોર્ટેડ સામાન પર બોર્ડર એડ્જસ્ટમેન્ટ ટેકસ લગાવવા અનુરોધ કર્યો છે. આ ટેકસ લગાવવાથી ઇમ્પોર્ટેડ સામાન પર મળનારી વિવિધ છુટછાટો બિનઅસરકારક બની જશે.

આ છુટછાટમાં ઇલેકિટ્રસિટી ડયૂટી, કલીન એનર્જી સેસ અને જીએસટીના દાયરાની બહાર રહેતાં ઇંધણ અને રોયલ્ટી પર મળનારી છુટછાટનો સમાવેશ થાય છે. કોમર્સ સેક્રેટરી અનુપ વાઘવાને જણાવ્યું હતું કે એવા ટેકસ જે જીએસટીના ભાગરૂપ નથી તે ઘરેલું પ્રોડકટની કિંમતમાં વધારા માટે કારણરૂપ બને છે. સાથે તેમણે જણાવ્યું હતું કે કેટલીક છુટછાટો જીએસટીમાં સામેલ કરવામાં આવી નહીં હોવાથી તેના પર ઇનપુટ ક્રેડિટ ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં હવે બે વિકલ્પ તૈયાર કરવામાં આવ્યા છે. એક વિકલ્પમાં બોર્ડર એડ્જસ્ટમેન્ટ ટેકસ લગાવવાનો પ્રસ્તાવ છે. તેના લાગુ કરવા કસ્ટમ એકટમાં સુધારો કરવો પડશે. બીજો વિકલ્પ નોન ક્રેડિટેબલ ટેકસના રિફંડની મંજૂરી આપવાનો છે.

(3:43 pm IST)