Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

સામાન્ય ઘઉં કરતાં વધુ આરોગ્યપ્રદ કાળા ઘઉં હૃદય સહિત બીમારીઓમાં ગુણકારી

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિજ્ઞાનીઓ હવે કાળા ઘઉંની ખેતી અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે

નવી દિલ્હી તા.૧૭: કાળા ઘઉ તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીને ઇમ્યુન સિસ્ટમ બહેતર કરશે. ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (આઇવીઆરઆઇ)માં હાલમાં તેની ખેતી થઇ રહી છે. સંશોધનમાં આ ઘઉની મેડિકલ વેલ્યૂ ઉચ્ચ કક્ષાની હોય તેવું સાબિત થયું છે તેનાથી દિલના રોગ અને કેન્સર જેવી બીમારીને દૂર રાખવામાં મદદ મળે છે. એક પ્રકારે કાળા ઘઉ તમારા દિલ માટે ડોકટર સાબિત થઇ રહ્યા છે. હવે આઇવીઆરઆઇમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિજ્ઞાનીઓ કાળા ઘઉની ખેતી અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિજ્ઞાનીઓ જણાવે છે કે અનાજ,શાકભાજી અને ફળનારંગ તેમાં રહેલા પિગ્મેન્ટેશના કારણે થાય છે. ઘઉનો કાળો રંગ હોવાનું કારણઙ્ગએન્થોસાઇનિન છે.  એન્થોસાઇનિન એક પ્રાકૃતિક એન્ટિઓકિસડન્ટ છે. જે વિટામિન ઇનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. સામાન્ય ઘઉંમાં એન્થોસાઇનિન માત્ર પાંચ પીપીએમ હોય છે. એક કિલો ઘઉમાં પાંચ મિલિગ્રામ ભાગ તેનો હોય છે. કાળા ઘઉમાં આ ૧૦૦ થી ૨૦૦ પીપીએમની નજીક છે. એક કિલો ઘઉંમાં તે ૨૦૦ મિલિગ્રામ સુધી હોય છે.

કાળા ઘઉંમાં ઝિંક અને આયર્નની માત્રા વધુ હોય છે. સામાન્ય ઘઉમાં તે પાંચથી ૧૫ પીપીએમ હોય છે. કાળા ઘઉંમાં ૪૦ થી ૧૪૦ પીપીએમ હોય છે. વિજ્ઞાનીઓએ સંશોધનમાં જાણ્યું કે ઘઉં ઘણી બીમારીથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થયા છે. કાળા ઘઉંમાં મળી આવતાં તત્વ ઘણી બીમારીમાંથી છુટકારો અપાવવામાં સહાયક હોયછે. એન્ટિઓકિસડન્ટ હોવાના કારણે તે શરીરમાંથી પ્રીરેડિકલ્સ બહાર કાઢે છે, જેથી તણાવ, મેદસ્વિતા અને ડાયાબિટીસ ઘટે છે.

(3:41 pm IST)