Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

નફફટ-ઝેરિલા મુશર્રફને ફાંસીની સજા

કારગીલકાંડના સુત્રધારને દેશદ્રોહના મામલે પાકિસ્તાનની અદાલતે ફરમાવી સજાઃ પૂર્વ સૈન્ય શાસક હાલ દુબઇમાં છેઃ મરવા પડયા છે : ૨૦૦૭માં કટોકટી લાદવાના ગુન્હા બદલ સજાઃ ૩૧ માર્ચ ૨૦૧૪ના રોજ દોષિત ઠર્યા હતાઃ માર્ચ ૨૦૧૬થી પાકિસ્તાન બહાર છે

ઇસ્લામાબાદ,તા.૧૭: પાકિસ્તાન ઇતિહાસમાં પ્રથમવાર કોઇ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ઇસ્લામાબાદની વિશેષ કોર્ટે ભૂતપૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફને રાજદ્રોહના મામલે ફાંસીની સજા સંભળાવી છે. તેમને આ સજા નવેમ્બર ૨૦૦૭માં સંવિધાનની અંદર આપાતકાળ લાગુ કરવાના કારણે સંભળાવવામાં આવી છે. તેઓએ દેશમાં આપાતકાળ લાગુ કર્યા બાદ માર્શલ લો લગાવી દિધો છે.

પાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફને દેશદ્રોહના કેસમાં કોર્ટે મોતની સજા સંભળાવી છે. આ જાણકારી પાકિસ્તાની મીડિયા રીપોર્ટમાં આપવામાં આવી છે. નવેમ્બરમાં ૨૦૦૭માં દેશમાં આપાતકાળ લાગુ કરવા માટે પાકના ભૂતપૂર્વ સેનાપ્રમુખ રહેલા જનરલ પરવેઝ મુશર્રફ વિરૂધ્ધ દેશદ્રોહનો મામલો પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે શરૂ કર્યો હતો. આ કેસ વર્ષ ૨૦૧૨થી બાકી હતો.

લાહોરમાં આવેલ એક વિશેષ કોર્ટે ૭૬ વર્ષીય પરવેઝ મુશર્રફને રાજદ્રોહના આ કેસમાં ૫ ડિસેમ્બર સુધી નિવેદન નોંધવાનો આદેશ આપ્યો હતો. હાલમાં દુબઇમાં રહેતા મુશર્રફે વિશેષ કોર્ટેના આદેશન પડકાયો હતો.

મુશરર્ફ પર ૩ નવેમ્બર ૨૦૦૭ના રોજ ઈમરજન્સી લગાવવા મામલે દેશદ્રોહનો મામલો ચાલી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ મુસ્લિમ લીગ નવાઝ સરકારે આ મામલો દાખલ કરાયો હતો અને ૨૦૧૩થી તે પેન્ડિંગ ચાલી રહ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૩માં તેઓની સામે દેશદ્રોહનો મામલો નોંધાયો હતો. જે બાદ ૩૧ માર્ચ ૨૦૧૪ના રોજ મુશરર્ફને આરોપી ઠેરવવામાં આવ્યા હતા. અને તે જ વર્ષે સપ્ટેમ્બરમાં અભિયોજનના તમામ સાક્ષ્ય વિશેષ કોર્ટની સામે રાખવામાં આવ્યા હતા. અપીલ મંચો પર અરજીઓને કારણે પૂર્વ સૈન્ય શાસકનાં કેસમાં મોડું થયું અને તે શીર્ષ કોર્ટ અને ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ માર્ચ ૨૦૧૬માં પાકિસ્તાનથી બહાર જતા રહ્યા હતા.

ગત અઠવાડિયે વિશેષ કોર્ટ ૭૬ વર્ષીય મુશરર્ફને દેશદ્વોહ મામલે પાંચ ડિસેમ્બરે નિવેદન રેકોર્ડ કરવા માટે કહ્યું હતું. જે બાદ દુબઈમાં રહેતાં મુશરર્ફે સમર્થકો માટે સંદેશ જાહેર કરતાં કહ્યું હતું કે, તે ખુબ જ બીમાર છે અને દેશ આવીને નિવેદન આપી શકતો નથી. પાકિસ્તાની મીડિયાની ખબરોમાં જણાવવામાં આવ્યું છઠે કે, મુશરર્ફ એક દુલર્ભ પ્રકારની બીમારી અમિલાઈડોસિસથી પીડિત છે. આ બીમારીને કારણે બચેલું પ્રોટીન શરીરનાં અંગોમાં જમા થવા લાગે છે.  પરવેઝ મુશરર્ફ વર્ષ ૨૦૦૧થી ૨૦૦૮ સુધી પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ રહ્યા હતા. વર્ષ ૨૦૦૮માં તે જેશ છોડીને જતા રહ્યા હતા. જે બાદ તે માર્ચ ૨૦૧૩માં  પાકિસ્તાન પરત ફર્યા હતા.

(3:28 pm IST)