Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

હિમાચલમાં ભારે હિમવર્ષા બાદ સહેલાણીઓ ઉમટ્યા : મનાલી, શિમલા, ડેલહાઉઝી સહિતના સ્થળોએ હોટલોમાં ભરાવા લાગી

ક્રિસમસ અને ન્યૂયર પર પ્રવાસીઓની સંખ્યા હજુ પણ વધવાના અણસાર

મનાલી :હિમાચલ પ્રદેશમાં ચાર દિવસ સુધી થયેલી હિમવર્ષાની સાથે શિયાળાનો જોરદાર આગાઝ થયો છે.. ત્યારે ભારે હિમવર્ષા બાદ રાજ્યના પ્રવાસન સ્થળો પર ચારે તરફ બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે.. જેના કારણે અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા છે.

   સામાન્ય રીતે 15 ડિસેમ્બર સુધીમાં હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો પર હોટલોમાં 10થી 15 ટકા રૂમ બુક હોય છે. તેના બદલે છેલ્લા બે-ત્રણ દિવસમાં પ્રવાસીઓના પ્રવાહથી હોટલોના 40 ટકા રૂમ બુક થઇ ગયા છે. મનાલી, શિમલા, ડેલહાઉઝી અને ધર્મશાળામાં ખાલી રહેનારી હોટલો પેક થવા લાગી છે.. ક્રિસમસ અને ન્યૂયર પર પ્રવાસીઓની સંખ્યા હજુ પણ વધવાના અણસાર છે.

   તાજેતરમાં થયેલી હિમવર્ષા બાદ મનાલી, ધર્મશાળાની હોટલોમાં 50 ટકા વધુ પ્રવાસી આવ્યા છે. મનાલીના સોલંગનાલા, હિડિંબા મંદિર, વશિષ્ઠ, ઓલ્ડ મનાલી, નહેરૂકુંડ, પલચાન અને કોઠી પ્રવાસીઓથી ગુલઝાર છે. પ્રવાસીઓ બરફની વચ્ચે ખુબ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. સ્કીઇંગથી લઇને અન્ય સ્નોગેમની પણ અહીં બોલબાલા જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશમાં પાંચ વર્ષ બાદ ડિસેમ્બર મહિનામાં ભારે હિમવર્ષા નોંધાઇ છે

(1:52 pm IST)