Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

યુએનમાં ચીનના કાશ્મીર રાગ સામે ભારતે બનાવી રણનીતી

કાશ્મીર અંગે ચીને ફરી આડોડાઇ શરૂ કરી

નવી દિલ્હી,તા.૧૭:ચીન દ્વારા સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. ચીને મંગળવારના રોજ UNSCમાં આ મુદ્દો એવા સમયે ઉઠાવ્યો છે જયારે ભારત તેની સાથે સરહદને લઇને નવી યોજનાને લઇને વાતચીત કરવાનું છે. આ અગાઉ ચીન દ્વારા ૧૬ ઓગસ્ટના રોજ UNSC માં જમ્મૂ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ ભારતના સહયોગીઓએ તેના પર સાર્વજનિક ચર્ચા અથવા નિવેદન જારી કરવાને લઇને ના પાડી દીધી હતી.

આ અઠવાડીયે ચીનના વિદેશ મંત્રી અને સલાહકાર વાંગ યી ભારતની મુલાકાતે આવશે. ચીનના વિદેશ મંત્રી ભારતની મુલાકાત દરમિયાન ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલની સાથે સરહદીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. ચર્ચા એક એવી જોગવાઇ હેઠળ આયોજીત કરવામાં આવશે જેમાં મતદાનની આવશ્યકતા નહીં હોય પરંતુ મુદ્દાઓની ચિહ્રિનત કરવા સામેલ હશે.ઙ્ગ

જો કે એક શકયતા એ છે કે UNSCમાં ભારત અન્ય સભ્યોને પોતાની સ્થિતિ અંગે જાણકારી આપશે જે આ મુદ્દા પર ચર્ચાની આવશ્યકતા છે કે નહી તે નક્કી કરશે. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ ભારત પહેલાથી જ અન્ય સમર્થકો સાથે આ અંગે એક કૂટનીતિક વાતચીત કરી ચૂકયું છે.ઙ્ગ

મીડિયા રીપોર્ટ અનુસાર ચીનના UNSC માં કાશ્મીર મુદ્દા ઉઠાવવાની અરજી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી દ્વારા તેની અધ્યક્ષ અમિરેકાના રાજદૂત કેલી ક્રાફ્ટને પત્ર લખ્યા બાદ કરવામાં આવી છે. કુરેશીએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે ભારત પાકિસ્તાનના ભાગલા કરવાની તૈયારી કરી રહ્યું છે. કુરેશીએ એ પણ આરોપ લગાવ્યો છે કે ભારતે સરહદ રેખાના પાંચ સેકટરમાં આશ્ચર્યજનક રીતે તારને હટાવી દીધા છે. કુરેશીએ જણાવ્યું કે ભારત એક ખોટુ ઓપરેશન ચલાવી રહ્યું છે. ઙ્ગ

પાકિસ્તાન મંત્રી કુરેશીએ કહ્યું કે UNSC ને ભારત અને પાકિસ્તાનમાં સંયુકત રાષ્ટ્ર સૈન્ય પર્યવેક્ષક સમૂહને મજબૂત કરવાનું સૂચન કર્યું છે જે સરહદ પર નિયંત્રણ રેખા પર નજર રાખી શકે. ભારત અમેરિકાની રાજદૂત જે UNSCના અધ્યક્ષ છે તેની સાથે આ મુદ્દા પર વાત કરશે.એવુ માનવામાં આવી રહ્યું છે કે ફ્રાંસ ભારતની તરફેણમાં છે જયારે ૧૬ ઓગસ્ટ દરમિયાન થયેલી ચર્ચા દરમિયાન બ્રિટેન ભારતને સાથ આપવામાં આનાકાની કરતું હતું પરંતુ હવે બોરિસ જોનસનને બહુમતિ મળ્યા બાદ ભારતને આશા છે કે બ્રિટેન પણ સમર્થન કરશે.

બિન સ્થાયી સભ્ય તરીકે જર્મની અને પોલેન્ડ પણ ભારતને સમર્થન કરશે. ચીન દ્વારા ભારતના કાશ્મીરમાંથી વિશે રાજયનો દરજ્જો પરત લેવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. ચીન દ્વારા UNSCમાં કાશ્મીર મુદ્દાને બીજી વખત ઉઠાવવામાં આવ્યો છે. જો કે આ મુદ્દાને લઇને ભારત-ચીન વચ્ચે ફરી સંબંધોમાં કડવાશ આવવાની સંભાવના છે.

(1:04 pm IST)