Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

વધાઈ....વધાઈ....વધાઈ : અમેરિકામાં વલ્લ્ભધામ હવેલી, નેવીન્ગટન કનેક્ટીકટ મુકામે 21 ડિસેમ્બર શનિવારે શ્રી ગોસાંઈજી ઉત્સવ ,જલેબી ઉત્સવ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : વધાઈ ....વધાઈ....વધાઈ. અમેરિકામાં વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્ટિકટના ઉપક્રમે વલ્લ્ભધામ હવેલી 26, ચર્ચ સ્ટ્રીટ નેવીન્ગટન કનેક્ટીકટ મુકામે 21 ડિસેમ્બર 2019 શનિવારના રોજ શ્રી ગોસાંઈજી ઉત્સવ ,જલેબી ઉત્સવ ઉજવાશે.

ઉત્સવ અંતર્ગત પલના દર્શન સવારે 10-30 થી 11- વાગ્યા સુધી થશે તથા બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન તિલક દર્શન ,રાજભોગ ,તથા આરતી થશે.

સાંજે 6 થી 7 વાગ્યા દરમિયાન ભજન સંધ્યા બાદ 7 થી 8 વાગ્યા દરમિયાન ગોસાઈ ઉત્સવ ,જલેબી ઉત્સવ ,કેસરી ઘટા દર્શન ,તથા કીર્તન બાદ સાંજે 7-30 કલાકે સંધ્યા આરતી થશે .

સાંજે 7-30 થી 8-30 દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્સવની ઉજવણીમાં યજમાન તથા  મનોરથી બનવા ઇચ્છુક વૈષ્ણવો આવકાર્ય છે.

વિશેષ માહિતી કોન્ટેક નં.860-417-0007, અથવા 860-796-2162 દ્વારા મળી શકશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:55 am IST)