Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ઘણા લોકોએ ઓશોની કોપી કરવાનો કર્યો છે પ્રયત્ન

ઓશો શબ્દ સાંભળતા જ મારા મગજમાં એક એવી વ્યકિતની તસ્વીર સામે આવે છે, જે ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાને સમજે છે. જે વિચારોથી સભર છે. જેની ભાષા અને વાણીની હિન્દી અને અંગ્રેજી બંને પર વિશિષ્ઠ પકડ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમણે ઘણંુ બધુ વાંચ્યુ હતું. જેને તેમણે પોતાના અંદાજથી આખા વિશ્વમાં વ્યાખ્યાયિત કર્યુ.

જે પ્રકારે તેમણે વિશ્વના વિભિન્ન દેશોના લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા તે જણાવે છે કે તેમની પાસે ફકત જ્ઞાન અને સમજણ જ ન હોતી પણ તેમની વ્યાખ્યાન અને વિવેચનની કળા પણ અદ્દભુત હતી. ઘણા લોકોએ તેની કોપી કરવાની કોશિષો પણ કરી. ઘણા બાબાઓએ ઓશો બનવાના પ્રયત્નો કર્યા પણ ઓશો એક હતા અને એક જ રહેશે. કોઈ વિચારી પણ ન શકે કે સંભોગથી સમાધી સુધી જેવા ગંભીર અને ગુપ્ત વિષય પર કોઈ આટલા વિસ્તાર અને અધિકારપૂર્વક બોલી શકે. આ તેમની વિવિધતાની ખાસીયત છે.

મારૂ બહું સીધુ માનવું છે કે જયાં સુધી તમારી અંદર કન્ટેન્ટ (વિષય વસ્તુ) નહિં હોય, જયાં સુધી આખી બાબત તમે સમજો નહિં ત્યાં સુધી તમે કોઈને સમજાવી ન શકો. ઓશોના સંદર્ભમાં કહું તો તેમને આ બાબતની બરાબર ખબર હતી. તેઓ જે દિશામાં વિચારતા હતા તે જ દિશામાં પોતાના સાધકોને લઈ જતા હતા.

દિપક ચૌરસીયા

(એડીટર ઈન ચીફ, ઈન્ડિયા ન્યુઝ)

(11:34 am IST)