Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

જેટલુ બ્રિટન આરોગે છે એટલો તો બગાડ થાય છે ભારતમાં

ભોજનની બરબાદી વિશ્વભરના દેશો માટે ચિંતાનો વિષયઃ સાઉદી અરેબિયામાં ભોજનની બરબાદી વિશ્વમાં સૌથી વધુઃ વિશ્વભરમાં વર્ષે ૯૪૦ મિલિયન ડોલર (૬૭ લાખ કરોડ) ભોજન વેડફાય છેઃ ભારતમાં વર્ષે ૫૦,૦૦૦ કરોડનું અન્ન બરબાદ થાય છે

નવી દિલ્હી,તા.૧૭:ભોજનનો બગાડ વિશ્વભરના દેશો માટે ચિંતાનો વિષય છે. જે પ્રકારે ભારતમાં ભોજનનો બગાડ થાય છે. એ જ રીતે સાઉદીમાં પણ થાય છે. જમવાનું ફેંકવા અને બગાડ કરવાની આ સંસ્કૃતિને રોકવા માટે સાઉદી અરબમાં કેટલાક યોગ્ય રીત સામે આવી છે. એક રિપોર્ટની માનવામાં આવે તો બ્રિટેનમાં જેટલું લોકો ખાવા માંગે છે. તેટલું ભારતમાં બગાડ થાય છે.

સાઉદી અરબમા વધેલું જમવાનું ફેંકવાની તેજીથી ફેલાતી સંસ્કૃતિ અને ભોજનની ભારે બગાડના વિરોધમાં ઉતરેલા લોકો આજે તેને રોકવા માટે કેટલાક નવી રીત અપનાવી રહ્યા છે.દેશમાં એક એવી થાળી તૈયાર કરવામાં આવી છે. જેમાં જમવાનું વધુ પિરસવાનું વધુ હશે અને બગાડ ઓછો થશે. ખાડી દેશના વધુ પડતા ભાગોમાં ખાવાનું વધુ પીરસાયેલું દેખાશે અને બગાડ ઓછો થશે. ખાડી દેશના વધુ પડતા ભાગોમાં ખાવાનું વધુ અને ઠાઠમાઠથી પીરસાય તેને સાંસ્કૃતિક ગુણના રૂપે જોવામાં આવે છે.

સાઉદીમાં ભોજનની બરબાદી સૌથી વધુ છે. પર્યાવરણ, જળ તેમ કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, સાઉદી અરબમાં પ્રત્યેક દ્યર વર્ષના ૨૬૦ કિગ્રા ભોજન બગાડ કરે છે. જેની સરખામણીમાં વૈશ્વિક અંદાજે ૧૧૫ કિગ્રાનો છે.

 નવા આકડાના જણાવ્યા મુજબ, બગાડ ભોજનની કિંમત વિશે માલુમ કરીએ તો વિશ્વભરમાં દર વર્ષે અંદાજે ૯૪૦ મિલિયન ડોલરનું જમવાનું બગાડ થાય છે. ભારતીય કરન્સીમાં તેમની કિંમત અંદાજે ૬૭ લાખ કરોડ રૂપિયા છે. ભારતમાં ભોજન બગાડ સૌથી વધુ નોર્થ અને સેન્ટ્રલ પાર્ટ્સના સાર્વજનિક સમારોહોમાં થાય છે. લગન-પ્રસંગ, કેન્ટીન અને હોટેલોમાં બગાડ સૌથી વધુ હોય છે. કૃષિ મંત્રાલયના આંકડા થી માલુમ પડે છે કે ભારતમાં અંદાજે ૫૦ હજાર કરોડની કિંમતનું અન્નન દર વર્ષે બગાડ થાય છે.

(11:32 am IST)