Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

નાગરિકતા કાયદોઃ જામિયા હિંસા મામલે ૧૦ લોકોની ધરપકડઃ આરોપીઓમાં એક વિદ્યાર્થી સામેલ નથી

દિલ્હીમાં રવિવારે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા, આગચંપી અને તોડફોડ થઇ હતી

નવી દિલ્હી,તા.૧૭:રાજધાની દિલ્હી માં રવિવારે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા, આગચંપી અને તોડફોડ મામલે પોલીસે અત્યાર સુધી ૧૦ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે તથા તેમાંથી ૩ તો એવા લોકો છે તે વિસ્તારના બીસીએટલે કે બેડ કેરેકટર જાહેર થયેલા છે. પકડેલા આરોપીઓમાંથી કોઈ વિદ્યાર્થી નથી. અત્રે જણાવવાનું કે સાઉથ દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસાના મામલે દિલ્હી પોલીસે ૨ એફઆઈઆર દાખલ કરી હતી.

નકલી આઈડી કાર્ડ લઈને દ્યૂસ્યા હતાં અસામાજિક તત્વો!

પોલીસને શક છે કે જામિયા ના આઈડી કાર્ડ બનાવીને કેટલાક પ્રદર્શનકારીઓ સામેલ થયા હતાં. અસલી વિદ્યાર્થીઓ કરતા આવા નકલી વિદ્યાર્થીઓનો હિંસા ભડકાવવામાં વધુ હાથ હતો. અટકાયતમાં લેવાયેલા આવા ૫૧ વિદ્યાર્થીઓની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જેમાંથી ૩૬દ્ગચ કાલકાજીથી અને ૧૫દ્ગચ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાંથી પકડવામાં આવ્યાં છે.

આ બધા પોતે જામિયા, ડીયુની હિન્દુ કોલેજ અને ઈગ્નોના વિદ્યાર્થીઓ હોવાનો દાવો કર્યો હતો. પોલીસને તેમાંથી કેટલાક પર શક છે કે તેમણે જામિયાના નકલી આઈડી કાર્ડ બનાવી રાખ્યા હતાં.

(11:28 am IST)