Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

અનોખા રિશ્તો

મોટા ભાઈની સાસુને ભગાડીને લાવ્યો નાનો ભાઈ, પુત્રી બની ગઈ માતાની જેઠાણી

શ્રાવસ્તી,તા.૧૭: ઉત્ત્।ર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના વીરપુર ગામમાં એક યુવક પોતાના ભાઈની સાસુને ભગાડીને દ્યરે લઈ આવ્યો છે. પરિવારજનોએ વિરોધ કર્યો તો જમાઈએ ફોન કરીને પોલીસને બોલાવી લીધી હતી. પોલીસે બધાને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. જોકે, પોલીસે કહ્યું હતું કે આ મામલામાં પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.મળતા અહેવાલ પ્રમાણે યુવક પોતાના મોટા ભાઈની સાસુને મલખનવા ગામમાંથી ભગાડીને દ્યરે લાવ્યો હતો. સાસુ પણ તેની સાથે સમહતીથી આવી ગઈ હતી. આની જાણકારી જયારે પરિવારજનોને થઈ તો બંનેને દ્યરમાં રોકાવા દેવાને લઈને ઝદ્યડો થયો હતો. તેનાથી ડરી ગયેલા જમાઈ વિજયે ફોન કરીને પોલીસ બોલાવી લીધી હતી. પોલીસ દ્યટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ કરતા તેમને જે જાણવા મળ્યું તેનાથી તેમને પણ આશ્યર્ય થયું હતું. પોલીસે ઝદ્યડો ન કરવાની ચેતવણી આપી હતી અને ત્યાંથી રવાના થઈ ગઈ હતી.આ દ્યટનાની ગામમાં દ્યણી ચર્ચા થઈ રહી છે. પુત્રી હવે પોતાની જ માતાની જેઠાણી બની ગઈ છે. પરંતુ દ્યરવાળા લોકો આ સંબંધને કોઈ પણ કિંમતે સ્વીકાર કરવા તૈયાર નથી. દ્યટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ભિનગા પોલીસ સ્ટેશનના વડા દદન સિંહે જણાવ્યું હતું કે તેમને આ મામલાની કોઈ જાણકારી નથી. પોલીસનું કહેવું છે કે બંને જણા પુખ્ત છે અને તેઓ પરસ્પરની સમહતિથી એકબીજા સાથે રહી શકે છે અને કાયદો પણ તેને મંજૂરી આપી છે.(૨૨.૭)

 

(11:03 am IST)