Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

આસામમાં પરિસ્થિતિ થાળે, આજથી કફર્યૂમાં ઢીલ સાથે ઈન્ટરનેટ સેવાઓ પણ શરૂ

નવી દિલ્હી,તા.૧૭:મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં કાયદા વ્યવસ્થાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આસામ સરકારે સોમવારે જાહેરાત કરી કે ગુવાહાટીમાં ૧૧ ડિસેમ્બરે લગાવવામાં આવેલા કર્ફ્યૂમાં મંગળવારે સવારે ૬ વાગ્યાથી રાહત આપવામાં આવશે. નાગરિકતા સંશોધન કાયદા પર ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

રાજય સરકારે નાગરિકતા સંશોધન કાયદાની વિરુધ્ધમાં આસામમાં હિંસા અને તંગ પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરીને કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. એક સત્ત્।ાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકત્વ કાયદા વિરુદ્ઘ હિંસક પ્રદર્શન બાદ બંધ કરાયેલી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પણ મંગળવારે સવારથી ફરી શરૂ થઇ છે.

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આસામ સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે ૧૧ ડિસેમ્બરે ગુવાહાટીમાં લાદવામાં આવેલ કર્ફ્યુ મંગળવારે સવારે ૬ વાગ્યાથી હટાવી લેવામાં આવશે. નાગરિકતા સુધારો કાયદા અંગે ઉગ્ર વિરોધને કારણે પૂર્વોત્ત્।ર રાજયોમાં અસ્થિરતા છે. લશ્કરી દળો તૈનાત હોવાની સાથે દ્યણા સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

બીજી તરફ, આસામના મંત્રી હેમંત બિસ્વા સરમાએ પણ અહેવાલ આપ્યો છે કે મંગળવારથી આસામના દરેક ભાગમાંથી કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. રાત્રે પણ કર્ફ્યુ લગાવવામાં આવશે નહીં. સવારથી જ બ્રોડબેન્ડ અને ઇન્ટરનેટ કનેકિટવિટી સેવાઓ પુન પ્રસ્થાપિત કરવામાં આવશે. આસામ સરકારે રાજયમાં શાંતિની પુનઃ સ્થાપનાને પગલે કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. હિંસક દ્યટનાઓના સંદર્ભમાં હજી સુધી ૮૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, વિરોધ પ્રદર્શન દરમિયાન ૫ લોકોનાં મોત નીપજયાં છે.

આસામના ડીજીપી ભાસ્કર જયોતિ મહંત કહે છે કે હાલમાં રાજયમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને દુષ્કર્મ કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુવાહાટીમાં સતત ત્રણ દિવસ કર્ફ્યુ છૂટછાટ બાદ લોકો જરૂરી કામ માટે બહાર આવ્યા હતા. તે જ સમયે, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું છે કે તેઓ રાજયના લોકોના હક્કોના રક્ષણ માટે સમર્પિત છે.

૨૨ ડિસેમ્બર સુધી આસામની શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે સંસદમાં નાગરિકત્વ (સુધારા) બિલ ૨૦૧૯ પસાર થયા પછી શહેર અને રાજયના અન્ય ભાગોમાં હિંસક દેખાવો થયા હતા. રાજયમાં સોશ્યિલ મીડિયાના દુરઉપયોગને રોકવા માટે અને શાંતિ તથા વ્યવસ્થા બનાવી રાખવા માટે ૧૬ ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આસામમાં હાલમાં સૌથી ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જેમાં પ્રદર્શનકર્તાઓએ ૩ રેલવે સ્ટેશન, એક પોસ્ટ ઓફિસ, એક બેંક, એક બસ ટર્મિનસ સહિત અનેક સાર્વજનિક સંપત્ત્િ।ને ફૂંકી દીધી છે. તેના સિવાય અનેક દુકાનો, અનેક ગાડીઓ અને અનેક સાર્વજનિક સંપત્ત્િ।ઓને ફૂંકી દેવામાં આવી છે અને સાથે અનેક જગ્યાઓએ તોડફોડ પણ કરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાથી અંદાજ આવી શકે છે કે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ જલ્દી જ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત માટે દિલ્હી આવશે.(૨૨.૭)

(11:02 am IST)