Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે

બજેટમાં અનેક પ્રોડકટની કસ્ટમસ ડયુટીમાં ફેરફાર થશેઃ ''મેક ઇન ઇન્ડીયા''ને અપાશે પ્રોત્સાહન

નવી દિલ્હી તા. ૧૭: બજેટમાં મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા માટે પસંદગીની પ્રોડકટ્સની બેઝિક કસ્ટમ્સ ડયૂટીમાં ફેરફારના વધુ એક રાઉન્ડની શકયતા છેે. વાણિજય અને મહેસૂલ વિભાગ આ બાબતે ચર્ચામં છે અને બજેટની જાહેરાતની નજીક આખરી નિર્ણય લેવાશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ''આ મુદ્દે ચર્ચા થઇ છે.''

કસ્ટમ્સ ડયૂટીમાં ફેરફાર માટે એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ, પસંદગીના કેમિકલ્સ, પ્લાસ્ટિકસ સહિતની મેટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેટલાક વપરાશ આધારિત ગુડ્ઝ પણ આ ફેરફારનો હિસ્સો બને તેવી શકયતા છે. અધિકારીએ ટેરિફમાં વૃદ્ધિની શકયતા દર્શાવતાં જણાવ્યું હતું કે, બંધનકર્તા દર અને અસરકારક દર વચ્ચે તફાવત છે. જોકે, આયાત ફ્રી ટ્રેડ ઝોન રૂટમાં ખસેડવા બાબતે ચિંતા છે, જે ડયૂટીમાં ઘટાડો કરશે અને સમગ્ર કવાયતનો હેતુ સર નહીં થાય. અધિકારીએ જણાવ્યું હતું કે, 'પગલાનો હેતુ ઇન્વટેૂડ ડયૂટી માળખાની સમસ્યાને ઉકેલવાનો અને રિસ્ટ્રકચરિંગ કવાયતના ભાગરૂપે તેની ગણતરી કરવાનો છે.''

આયાત અંગે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં બનેલી પેનલ ડયૂટીના માળખા અંગે સુચનો આપશે. અન્ય સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ''મુકત વેપાર કરાર (FTA) હેઠળ ડયૂટી માળખા બાબતે ગુડ્ઝની વિસ્તૃત તપાસ થઇ રહી છે.'' ભારતે છેલ્લાં કેટલાંક વર્ષમાં આયાત ટેરિફમાં વધારો કર્યો છે અથવા સ્થાનિક મેન્યુફેકચરિંગને પ્રોત્સાહિત કરવા ગુડ્ઝનું ડયૂટી-ફ્રી સ્ટેટસ રદ કરી જકાત લાદી છે.

ગયા વર્ષે બજેટમાં સ્ટેનલેસ સ્ટીલ, CCTV કેમેરાથી માંડી સ્પ્લિટ AC સુધીની ચીજોની બેઝિક કસ્ટમ્સ ડયૂટીમાં વધારો કરાયો હતો. ઉપરાંત, કેટલીક ઇલેકટ્રોનિક ચીજોના ઉત્પાદન માટે વપરાતા કેપિટલ ગુડ્ઝ તેમજ સ્વિચ, સોકેટ્સ, પ્લગ્સ પરની કસ્ટમ્સ ડયૂટી પાછી ખેંચવામાં આવી હતી.

(11:02 am IST)