Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

બહુમતીના દુરૂપયોગ બદલ સજા પણ આપે છે પ્રજા

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મોદી સરકારને સલાહઃ સૌને સાથે લઇને ચાલોઃ સત્તામાં રહેનારા પક્ષો બહુસંખ્યકવાદથી બચેઃ લોકસભાની બેઠક વધારીને ૧૦૦૦ કરવી જરૂરીઃ આજે ૧ બેઠક પર ૧૬-૧૮ લાખ મતદારોઃ સાંસદો-મતદારો સંપર્કમાં રહી ન શકેઃ આશા રાખવી પણ નકામીઃ એક દેશ, એક ચૂંટણી પણ શકય નથી

નવી દિલ્હી તા. ૧૭ :.. ભુતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મોદી સરકારને વિપક્ષો સહિત બધાને સાથે લઇને ચાલવાની સલાહ આપી છે. ઇન્ડીયા ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવેલ અટલ બિહારી બાજપેયી મેમોરીયલ લેકચરમાં ભાગ લેવા ગઇકાલે ત્યાં પહોંચેલા પ્રણવદાએ કહયું કે લોકોએ કોઇ પક્ષને પ્રચંડ બહુમતી આપી હોય તેવું બની શકે પણ ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં એવું કયારેય નથી બન્યું કે મતદારોએ કોઇ એક જ પક્ષનું સમર્થન કર્યુ હોય.

ભારતીય મતદારોનો આ સંદેશ રાજકીય ખેલાડીઓ કયારેય સ્પષ્ટ પણે નથી. સમજયા. તેમણે કહયું કે સંસદમાં જયારે આપણી પાસે જોરદાર બહુમતી હોય ત્યારે આપણને લાગે છે કે આપણે બધુ કરી શકીએ છીએ પણ ત્યાં આપણે ખોટા પડીએ છીએ. લોકોને અગાઉ ઘણીવાર એવા નેતાઓને સજા આપી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ સોમવારે લોકસભા ની સીટોને ૫૪૩ થી  વધારીને ૧૦૦૦ કરવા અને રાજયસભા ની સીટોમાં પણ વધારો કરવાની વકાલત કરી છે. મુખર્જીએ કહ્યુ કે ભારતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ચૂંટણી ક્ષેત્ર અપ્રમાણસર રીતે મોટા છે. ઈન્ડિયન ફાઉન્ડેશન તરફથી આયોજિત બીજા અટલ બિહારી વાજપેયી સ્મૃતિ વ્યાખ્યાન આપતાં પૂર્વ રાષ્ટ્રપતિએ સત્ત્।ામાં બેઠલેલી પાર્ટીઓને 'બહુમતીવાદ' વિરુદ્ઘ ચેતવ્યા. તેઓએ કહ્યુ કે લોકોએ તેમને સંખ્યાત્મક રીતે બહુમત આપ્યું હશે પરંતુ મોટાભાગના મતદારોએ કયારેક કોઈ એક પાર્ટીનું સમર્થન નથી આપ્યું. તેઓએ કહ્યુ કે ૧૯૫૨ થી  લોકોએ અલગ-અલગ પાર્ટીઓને મજબૂત જનાદેશ આપ્યો છે પરંતુ કયારેય એક પાર્ટીને ૫૦ ટકાથી વધુ વોટ નથી આપ્યા. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ કે ચૂંટણીઓમાં બહુમત આપને એક સ્થિર સરકાર બનાવવાનો અધિકાર આપે છે.

પૂર્વ રાષ્ટ્રપતિએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવા પર પોતાની આશંકાઓ વ્યકત કરી. તેઓએ કહ્યુ કે આ બંધારણીય સંશોધન બાદ કરવામાં આવી શકે છે, પરંતુ તેની કોઈ ગેરન્ટી નથી કે ચૂંટાયેલા સભ્ય ભવિષ્યમાં કોઈ સરકાર પર ભરોસો નહીં ગુમાવે. તેઓએ કહ્યુ કે લોકસભાની ક્ષમતાને ૧૯૭૭માં સંશોધિત કરવામાં આવી હતી જે ૧૯૭૧ના વસતી ગણતરીના આધારે કરવામાં આવી હતી અને તે સમયે દેશની વસતી ૫૫ કરોડ હતી. તેઓએ કહ્યુ કે વસતી તે સમયથી બેગણી વધી થઈ છે અને સીમાંકન પર લાગેલી રોકને હટાવવા માટે આ મજબૂત દલીલ છે. તેઓએ કહ્યુ કે આદર્શ રીતે તેને (લોકસભામાં સભ્યોની સંખ્યા) વધારીને ૧૦૦૦ કરી દેવી જોઈએ. ૧ લોકસભા બેઠક પર ૧૬-૧૮ લાખ મતદારો છે. સાંસદ મતદાર સંપર્ક ઓછો રહે છે.

તેઓએ કહ્યુ કે આદર્શ રીતે લોકસભાની સીટોને વધારીને ૧૦૦૦ કરી દેવી જોઈએ. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી રાષ્ટ્રપતિ રહેલા મુખર્જીએ નવા સંસદ ભવન બનાવવા પાછળના તર્ક ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તેઓએ કહ્યુ કે મને ખૂબ આશ્યર્ય થાય છે કે નવા સંસદ ભવનથી ભારતમાં સંસદીય વ્યવસ્થાના કામકાજમાં કેવી મદદ મળશે કે સુધાર થશે. મુખર્જીએ કહ્યુ કે જો લોકસભાની સીટો વધારીને ૧૦૦૦ કરવામાં આવે છે તો સેન્ટ્રલ હોલને નીચલું ગૃહ બનાવી શકાય છે અને રાજયસભાને હાલની લોકસભામાં સ્થળાંતરિત કરી શકાય છે.

ઈન્ડિયન ફાઉન્ડેશન તરફથી આયોજિત વ્યાખ્યાનમાં મુખર્જીએ વાજપેયીના સામાન્ય સહમતિ બનાવનારા નેતા તરીકે વખાણ કર્યા. મુખર્જીએ કહ્યુ કે વાજપેયીએ સૌને સાથ લઈને કામ કર્યું.

(11:01 am IST)