Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

સિવિલ ડ્રેસમાં પોલીસ સાથે જામિયા વિદ્યાર્થીઓને પિટતા જોવા મળ્‍યો શખ્‍સઃ દિલ્લીના ઉપ-મુખ્‍યમંત્રી મનિષ સિસોદીયાએ તસ્‍વીરો શેયર કરી

એક વાયરલ વિડીયોમાં સિવિલ ડ્રેસમાં એક શખ્‍સ દિલ્લી પોલીસ સાથે જામિયા-મિલિયા ઇસ્‍લામિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને મારતો જોવા મળ્‍યો છે.

વીડિયોમાં તે શખ્‍સ હાથમાં લાઠી પકડી એક વિદ્યાર્થીને મારતો જોવા મળ્‍યો છે જયારે વિદ્યાર્થીનીઓ તેને બચાવવાની કોશિષ કરતી જોવા મળી છે. દિલ્લીના ઉપ મુખ્‍યમંત્રી મનિષ સિસોદીયાએ આની તસ્‍વીરો શેયર કરી છે.

(12:00 am IST)