Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

હવે મઉમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા : 12 વાહનો સળગાવ્યા: કલમ 144 લાગૂ

પોલીસએ ભીડ પર કાબૂ કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા

નવી દિલ્હી : એનઆરસી અને નાગરિકતા સંસોધન કાયદાને લઈને ચાલતા વિરોધ પ્રદર્શનો હવે ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યા છે. અહીં મઉ જિલ્લામાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા.   

   પ્રદર્શનકારીઓએ અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ પોલીસએ ભીડ પર કાબૂ કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ ઘટના બાદ જિલ્લામાં 144ની કલમ લાગૂ કરી દેવામાં આવી હતી.

  આ મામલે મળતી જાણકારી અનુસાર જામિયા કેસના સમર્થનમાં દેખાવો કરવા હાજીપુર વિસ્તારમાં કેટલાક લોકો એકઠા થયા હતા. આ પ્રદર્શનમાં આ લોકોએ કેટલીક મોટરસાયકલોને આગ ચાંપી દીધી હતી. હાલમાં આ વિસ્તારમાં શાંતિ છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે.

(9:40 pm IST)