Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

યુ.કે.ની યુનિવર્સીટીઓમાં ભારતીય સ્ટુડન્ટ્સના પ્રવેશ ઉપર બાન મુકાવાની નોબત : મંજૂરી વિના પાર્ટ ટાઈમ નોકરી કરતા હોવાની રાવ : સરકાર માન્ય યુનિવર્સીટી અને અધિકૃત એજન્ટ મારફત એડમિશન લેવા અનુરોધ

લંડન : ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે.જતા ભારતના સ્ટુડન્ટ્સ સરકારની મંજૂરી વિના પાર્ટ ટાઈમ નોકરી કરતા હોવાની ફરિયાદો મળતા  યુ.કે.ની યુનિવર્સીટીઓમાં ભારતીય સ્ટુડન્ટ્સના પ્રવેશ ઉપર બાન મુકાવાની નોબત આવી શકે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ યુ.કે.ની યુનિવર્સીટીઓમાં ભારતીય સ્ટુડન્ટ્સના પ્રવેશ ઉપર વધારે ધસારાને કારણે તપાસ થતા સરકારને જાણવા મળ્યા મુજબ આ સ્ટુડન્ટ્સ અભ્યાસના નામે સરકારની મંજૂરી વિના  પાર્ટ ટાઈમ નોકરી કરતા હોવાનું જણાયું હતું જેમાં મોટા ભાગના પંજાબના સ્ટુડન્ટ્સ હતા

વિશેષમાં જણાવાયા મુજબ પ્રવેશ લેતા પહેલા યુનિવર્સીટી સરકાર માન્ય છે કે કેમ તેમજ એજન્ટ પણ અધિકૃત છે કે નહીં તેની તપાસ કરી લેવી જરૂરી છે.

(1:09 pm IST)