Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

બ્રિટનમાંથી મુસ્લિમોની હિજરત શરુ થવાના એંધાણ : મુસ્લિમ વિરોધી વિચારધારા ધરાવતા બોરિસ જોન્સન પ્રાઈમ મિનિસ્ટર બનતા સલામતી જોખમાવાનો ભય

લંડન : બ્રિટનમાં કર્ન્ઝર્વેટીવ પાર્ટીનો સ્પષ્ટ બહુમતીથી વિજય થતા બોરિસ જોન્સન ફરીથી પ્રાઈમ મિનિસ્ટર બનવા જઈ રહ્યા છે.જેઓ મુસ્લિમ વિરોધી વિચારધારા માટે પ્રખ્યાત છે. તેમણે ચૂંટણી સમયે પણ પોતે મુસ્લિમોની વિરુદ્ધ ન હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી.કારણકે તેમના અગાઉના વિધાનો ઇસ્લામો ફોબિયા સમાન હતા.અને હવે તેઓ 5 વર્ષ માટે પ્રાઈમ મિનિસ્ટર બનવા જઈ રહ્યા હોવાથી મુસ્લિમોને સલામતીની ચિંતા થઇ છે.તેથી અગ્રણી મુસ્લિમોના મંતવ્ય મુજબ સલામતીના કારણે અને પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાને લઇ તેઓ બ્રિટન છોડવાનું વિચારી રહ્યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)