Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મહાન સમાજ સુધારક : સત્ય શોધક સંસ્થાના સ્થાપક મહાત્મા જયોતિબા ફુલેની ૧૯૧મી જન્મજયંતિ

જ્યોતિબા ફુલેનો જન્મ ૧૧ એપ્રિલ ૧૮ર૭એસતારા-મહારાષ્ટ્રમાં થયોહતો. તેમનો પરિવાર ઘણોગરીબ હતો અનેજીવનનિર્વાહ માટે બાગ-બગીચામાં માળીનું કામકરતો હતો. જ્યોતિબા જ્યારે માત્ર એક વર્ષના હતા ત્યારેતેમની માતાનું નિધન થઈ ગયું હતું. જ્યોતિબાનો ઉછેર સગુનાબાઈ નામની એકદાઈએ કર્યો.૭ વર્ષની ઉંમરમાં જ્યોતિબાને ગામની સ્કૂલમાં ભણવા મોકલવામાં આવ્યા.જાતિગત ભેદભાવને કારણેતેમણે વિદ્યાલય છોડવું પડ્યું.

શાળા છોડ્યા પછી પણતેઓમાં ભણવાનો ઉત્સાહ રહ્યો. સગુનાબાઈએ બાળક જ્યોતિબાને ઘરમાં જભણવામાં મદદ કરી. ઘરેલું     કાર્યો બાદ જ્યારે સમય બચતોતેમાં તે પુસ્તકો વાંચતા હતા.તેમની શિક્ષણ પ્રત્યેની રૃચિજોઈને તેઓને ફરીથી શાફ્રાએમોકલવાનો પ્રયાસ કર્યો.જ્યોતિબા ફરીથી શાળાએ જવા લાગ્યા. શાફ્રામાંં કાયમી પ્રથમ આવતા હતા. ધર્મ પરટીકા-ટિપ્પણીની સાંભળવા પરતેમની અંદર જિજ્ઞાસા થઈ કેહિન્દુ ધર્મમાં આટલી વિક્ષમતાકેમ છે ? જાતિ, ભેદ અને વર્ણવ્યવસ્થા શું છે ? તે પોતાના મિત્ર સદાશિવ ગોંડવેની સાથેસમાજ ધર્મ અને દેશ વિશેચિંતન કર્યા હતા.ત્યારબાદ તેમણે નિશ્ચય કર્યો કે તે વંચિત વર્ગના શિક્ષણ માટે શાળામાં વ્યવસ્થા કરશે.તે સમયે જાત-ભાત, ઊંચ-નીચની દીવાલો ઘણી ઊંચીહતી. દલિત તેમજ સ્ત્રીઓની શિક્ષણના માર્ગ બંધ હતા જ્યોતિબા આ વ્યવસ્થાને તોડવાના હેતુથી દલિતો અને છોકરીઓને પોતાના ઘરમાંભણાવતા હતા.

તે બાળકોનેછૂપાવી લાવતા અને પાછા પહોંચાડતા હતા. જેમ- જેમતેમના સમર્થક વધ્યા તમણેખુલ્લેઆમ શાફ્રા ચલાવવાની શરૃ કરી.સ્કૂલ શરૃ કર્યા બાદજ્યોતિબાને અનેક તકલીફોનોસામનો કરવો પડ્યો. તેમના વિદ્યાલયમાં ભણાવવા કોઈતૈયાર નહોતા. કોઈ ભણાવતુંતો સામાજિક દબાવમાં તેનેજલદી આ કાર્ય બંધ કરવુંપડતું. આ સ્કૂલોમાં ભણાવે કોણ ? આ ગંભીર સમસ્યાહતી.

જ્યોતિબાએ આસમસ્યાના હલ હેતુ પોતાનીપત્ની સાવિત્રીને ભણાવવું શરૃકર્યું અને પછી મિશનરીજનાનોર્મલ સ્કૂલમાં તાલીમ  અપાવી. તાલીમ પછી તેભારતની પરથમ પ્રશિક્ષિત મહિલા શિક્ષિકા બન્યા. જ્યારે સાવિત્રીબાઈ સ્કૂલજતા તો લોકો તેમને અલગ- અલગ રીતે અપમાનિત કરતા.પરંતુ તેઓ અપમાનના ઘુંટપીને પણ પોતાનું કાર્ય કરતારહ્યા. આના પર લોકોએ

જ્યોતિબાનંુ સમાજથી બહિષ્કૃતકરવાની ધમકી આપી અનેતેમને તેમના પિતાએ ઘરથીબહાર કાઢી મૂક્યા.

ગૃહત્યાગ બાદ પતિ-પત્નીએ અનેક તકલીફોનોસામનો કરવો પડ્યો. પરંતુ બેપોતાના લક્ષ્યથી ડગ્યા નહીં.

મહાત્મા જ્યોતિબા ફુલેએ 'સત્ય શોધક' નામનાસંગઠનની સ્થાપના કરી.

સત્યશોધક સમાજ તે સમયના અન્ય સંગઠનોથી પોતાનાસિદ્ધાંતો અને કાર્યક્રમોના કારણે ભિન્ન હતો સત્ય શોધકસમાજ પૂરા મહારાષ્ટ્રમાં ફેલાયો. સત્ય શોધક સમાજે દલિત અને છોકરીઓની શિક્ષણ માટેસ્કૂલ ખોલી. છૂત-અછૂતનોવિરોધ કર્યો. ખેડૂતોના હિતોનીરક્ષા માટે આંદોલન ચલાવ્યા.

આખું જીવન ગરીબો,દલિતો અને મહિલાઓ માટે સંઘર્ષ કરનારા આ સાચાનેતાને જનતાએ આદરથી 'મહાત્મા'ની પદવીથી વિભૂષિત કર્યા. તેઓનેસમાજના સશક્ત પ્રહરી તરીકે કાયમ યાદ કરવામાં આવશે.મહાત્મા જ્યોતિબા અનેતેમના સંગઠનના સંઘર્ષનાકારણે સરકારે 'એગ્રીકલ્ચરએક્ટ' પાસ કર્યો, ધર્મ,સમાજ અને પરંપરાનાસત્યને સામે લાવવાનાહેતુથી તેમણે અનેક પુસ્તકોલખ્યા. ર૮ નવેમ્બર ૧૮૯૦એ તેમનું નિધન થઈગયું.

પૂરૃં નામ : જ્યોતિબા ફુલે * જન્મ : ૧૧ એપ્રિલ ૧૮ર૭ (સતારા-મહારાષ્ટ્ર) * રાષ્ટ્રીયતા : ભારતીય * કાર્યક્ષેત્ર : શિક્ષક * મૃત્યુ : ર૮ નવેમ્બર ૧૮૯૦ * વિશેષ : 'સત્ય શોધક' નામના સંગઠનની સ્થાપના કરી.

(4:50 pm IST)