Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

બાળપણમાં થયું શારીરિક શોષણ : ૪૦ વર્ષ બાદ ન્યાય મેળવવા મહિલા તત્પર

૫૪ વર્ષીય પૂર્ણિમા ગોવિંદારાજુલુ પાર્લામેન્ટ કોમ્પ્લેક્ષમાં પોતાના કેસ પેપર લઇને વકીલો : સમક્ષ પોતાની વાત રજૂ કરવા અને ન્યાય મેળવવામાં નડતી મુશ્કેલીઓ વર્ણવા રાહ જોવે છે

નવી દિલ્હી તા. ૧૭ :  ૫૪ વર્ષીય પૂર્ણિમા ગોવિંદારાજુલુ પાર્લામેન્ટ કોમ્પ્લેક્ષમાં પોતાના કેસ પેપર લઈને વકીલો સમક્ષ પોતાની વાત રજૂ કરવા અને ન્યાય મેળવવામાં નડતી મુશ્કેલીઓ વર્ણવા રાહ જોવે છે. ઓકટોબર મહિનામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી નિવેદન કરવામાં આવ્યું હતું કે, નાની વયે શારીરિક શોષણનો ભોગ બનનાર પીડિતા માટે કુકર્મી સામે ફરિયાદ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી.

જો કે, પૂર્ણિમાએ જાન્યુઆરી મહિનામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીને કરેલી ફરિયાદે શારીરિષ શોષણની ફરિયાદ કરવાની સમય મર્યાદા અને કાયદા અંગે ફેર-વિચાર કરવા માટે મજબૂર કર્યા છે. પૂર્ણિમાને હજુ ન્યાય મળ્યો નથી. મેનકા ગાંધીએ ઓકટોબરમાં કરેલા નિવેદન બાદ ૪૦ વર્ષ અગાઉ શારીરિક શોષણનો ભોગ બનેલ પૂર્ણિમા પોતાના ગુનેગારને સજા અપાવવા માટે મક્કમ છે.

પૂર્ણિમાના વકીલોએ સલાહ આપી છે કે, મહિલાના અને બાળ વિકાસ મંત્રાલયે આપેલા નિવેદન પર સ્પષ્ટીકરણ જરૂરી છે. મંત્રાલયના નિવેદનથી સ્પષ્ટ થતું નથી કે પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ, ૨૦૧૨ હેઠળ ફરિયાદ નોંધાય કે નહિ.

કાયદો બન્યો તે પહેલાના કેસની તપાસ થાય કે નહિ. પૂર્ણિમાએ કહ્યું કે, 'મારા વકીલોએ મને સમજાવ્યું કે ૨૦૧૨ પહેલાના કેસ માટે સ્પષ્ટતા લાગુ પડતી નથી, જો તેમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તો સરકાર યોગ્ય ચોખવટ કરે છે જેથી બરાબર પાલન થઈ શકે.' (૨૧.૨૦)

(4:08 pm IST)