Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

અનસોલ્ડ જવેલરીના રિ-ઇમ્પોર્ટ પર IGST થી ઉદ્યોગ ચિંતિત

તાજેતરમાં દુબઇ-બહેરીનના પ્રદર્શનમાં ભાગ લેનારા સાહસિકોને કડવો અનુભવ

મુંબઇ તા ૧૭ : જીએસટીને લઇને નવા વિવાદ બહાર આવી રહ્યા છે. એલયુટી (લેટર ઓફ અન્ડર ટેકીંગ) બેઝ પર  વિદેશથી ઇમ્પોર્ટ થતી જેન-જવેલરી પર આઇજીએસટી લાગેુ પાડવાની પોલિસીને લઇન જવેલેરી નિકાસકારો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને દિવેશમાં યોજાતા પ્રદર્શનમાં ભાગ લેવા જતા સાહસિકોની મુશ્કેલી વધી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

જેમ-જવેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓ મુજબ સ્થાનિક જેમ-જવેલરી મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા  દેશ-વિદેશમાં યોજાતા પ્રદર્શનમાં ભાગ લેવામાં આવે છે. જે માટે તેઓ દ્વારા એલયુટી હેઠળ જેમ-જવેલરીનો કિંમત ગુડ્ઝ વિદેશમાં લઇ જવામાં આવે છે. જે પૈકી બનસોલ્ડ રહેતા ગુડ્ઝના રિઇમ્પોર્ટ સમયે કેટલાક પોર્ટ પર ૩ ટકા આઇજીએસટી ડિમાન્ડ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને મુશ્કેલી વધી છે. તાજેતરમાં દુબઇ અને બહેરીન ખાતે યોજાયેોા એકઝિબીશનમાં ભાગ લઇને પરત ફરેલાઙ્ગ સાહસિકોને કડવો અનુભવ થયો હતો. જેઓ દ્વારા એકઝિબિશનમાં કે વેપારમાં અનસોલ્ડ રહેલી જેમ-જવેલરીને રિ-ઈમ્પોર્ટ કરવામાં આવી હતી. જે સમયે તેઓ પાસે ૩ ટકા આઇજીએસટી ડિમાન્ડ કરાયો હતો.જેસામે સાહસિકોએ સમતિ દર્શાવી હતી, આ કિસ્સામાં ઘણાના જવેલરી પાર્સલ હોલ્ડ કરાયા છે. જે સામે બોન્ડડિમાન્ડ કરવામાં આવ્યા હતા. જેને લઇને સાહસિકો ચિંતામાં મુકાયા છે. આ કિસ્સામાં મહદઅંશે દિલ્હી, જયપુરના સાહસિકોનો સમાવેશ થાય છે.

ઉદ્યોગ અગ્રણીના જણાવ્યા મુજબ, આ પ્રકારની પોલીસીથી એક જ ગુડ્ઝ પર વારંવાર ટેકસેસની સ્થિતી બની શક છે. ખાસ કરીને એક વખત રિ-ઈમ્પોર્ટ કરવામાં આવ.લી જવેલરી પરત થતા ટેકસ ભરપાઇ થયો હોય અને ફરી જે જવેલરી એલયુટી હેઠળ એકસપોર્ટ કરાય અને ફરી પરત થાય તો શું ફરી ટેકસ ભરવાનો રહેશે? ઉપરાંત વેચાણ થયેલી વસ્તુ પર જીએસટી લાગુ પડતો હોવાની વાતનો અહીં છેદ ઉડે છે. આ પોલિસીમાઁ સુધારો નહિં આવે તો નિકાસ પ્રક્રિયાને અસર થશે.

અત્રે ખાસ નોંધનીય છે કે, આ પ્રકરણ બાદ ભારે ઉહાપોહ ઉઠયો છે. નિકાસકારો દ્વારા જે તે પોર્ટના કમિશ્નરને તથા જીજેઇપીસીમાં રજુઆત કરવામાં આવી છે. પરંતુ આ મુદે હાલમાં ખાસ કોઇ સ્પષ્ટતા થઇ નથી.

કેટલાક પોર્ટ ૫ર નિકાસકારો પાસે રિઇમ્પોર્ટના કિસ્સામાં બોન્ડડિમાન્ડ કરવામાં આવે છે. જયારે કેટલાક કિસ્સામાં જીએસટી ડીમાન્ડ થાય છે. જેને લઇને યૂંચવાડો ઉભો થયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે જીજેઇપીસી દ્વારા પણ ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ સમગ્ર બાબતમાં ખાસ કોઇ સ્પષ્ટતા થઇ નથી. જીજેઇપીસી દ્વારા આ ઉપરાંત જમા ક્રેડિટ રિફન્ડ મુદે પણ રજુઆત કરાઇ છે.

(11:45 am IST)