Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

હર્બલ હુક્કા : દિલ્હી હાઈકોર્ટે શહેરના બાર, રેસ્ટોરન્ટમાં હર્બલ હુક્કાની મંજૂરી આપી : કોવિડ-19 માર્ગદર્શિકાના પાલન સાથે ડિસ્પોઝેબલ નળીનો ઉપયોગ કરવાનો રહેશે

ન્યુદિલ્હી :  દિલ્હી હાઈકોર્ટે બાર, રેસ્ટોરન્ટમાં હર્બલ હુક્કાની મંજૂરી આપી છે. જે અંતર્ગત કોવિડ-19 માર્ગદર્શિકાના પાલન સાથે ડિસ્પોઝેબલ નળીનો ઉપયોગ કરવાનો રહેશે .

એસ્ટાબ્લિશમેન્ટ્સને હર્બલ હુક્કા પીરસવાની મંજૂરી એ શરતે આપવામાં આવી હતી કે પાઈપોની વહેંચણી કરવામાં આવશે નહીં અને માત્ર નિકાલજોગ પાઈપોનો ઉપયોગ કરવામાં આવશે.

આ આદેશ જસ્ટિસ રેખા પલ્લી દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જેમણે અરજદારોને આ શરતે વચગાળાની રાહત આપી હતી કે તેઓ માત્ર હર્બલ હુક્કા જ પીરસવામાં આવશે, પાઈપોની વહેંચણી કરવામાં આવશે નહીં અને માત્ર નિકાલજોગ પાઈપોનો ઉપયોગ કરવામાં આવશે.તથા કોવિદ -19 માર્ગદર્શિકાનું પાલન કરશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:47 am IST)